સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની બેઠક યોજાઈ

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની બેઠક યોજાઈ
Spread the love

OPS સંદર્ભે યોજાનાર રાષ્ટ્રવ્યાપી શિક્ષાયાત્રાનાં આયોજન અર્થે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની બેઠક યોજાઈ

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલની અઘ્યક્ષતામાં ટીચર્સ સોસાયટી ભવન, કામરેજ જિ. સુરત ખાતે યોજવામાં આવી હતી. જેમાં નીચે મુજબનાં મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી દ્વારા વંચાણમાં લીધેલ ગત સભાનું પ્રોસિડિંગ સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ પડતર પ્રશ્નો જેવાકે ૦૧/૦૪/૨૦૦૫ પછી ભરતી થયેલ કર્મચારીઓનાં સી.પી.એફ.માં સરકારશ્રી દ્વારા ૧૦% ની સામે ૧૪% ફાળો ઉમેરવા બાબત, ૨૦૦૫ પહેલાનાં ભરતીવાળા જૂની પેન્શન યોજનાનો લાભ થયેલ સમાઘન મુજબ તથા અન્ય પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
પ્રમુખસ્થાનેથી કિરીટભાઈ પટેલ દ્વારા આગામી દિવસોમાં દિલ્હી ખાતે યોજાનાર જૂની પેન્શન યોજનાનાં અમલીકરણ સંદર્ભે ધરણાં કાર્યક્રમ તેમજ રાષ્ટ્રવ્યાપી શિક્ષાયાત્રા સંદર્ભે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ તકે તેમણે સુરત જિલ્લામાં બદલીનાં કેમ્પો ખૂબજ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા બદલ જિલ્લા અને દરેક તાલુકા ઘટક સંઘનાં હોદ્દેદારોનો આભાર વ્યક્ત હતો.
આ સાથે બદલી થઈને ગયેલ સંઘનાં હોદ્દેદારો અશ્વિનભાઈ, નરેશભાઈ, દિનેશભાઈ ભટ્ટ સહિત સોસાયટીનાં હોદ્દેદારોનું શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત HTAT સંઘનાં સુરત જિલ્લાનાં પ્રમુખ બનવા બદલ રજીતભાઈ ચૌધરીનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં આભારવિધિ સિનિયર કાર્યવાહક બળવંતભાઈ પટેલે આટોપી હતી. કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં સિરાજભાઈ, અશ્વિનભાઈ, યાસીનભાઈ, સાગરભાઈ તથા અન્ય હોદ્દેદારો દ્વારા બેઠકમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. સંકલન બેઠકમાં ધીરુભાઈ પટેલ, અનિલભાઈ ચૌધરી સહિત દરેક તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ મંત્રીઓ હાજર રહ્યાં હતાં. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230912-WA0106.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!