જૂનાગઢ જિલ્લાની ૫ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રમાં અપાય છે અધ્યત્તન ટેક્નોલોજીથી શિક્ષણ

જૂનાગઢ જિલ્લાની ૫ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રમાં અપાય છે અધ્યત્તન ટેક્નોલોજીથી શિક્ષણ
Spread the love

પોષણ માહ – ૨૦૨૩

 

પોષણ સાથે ભણતર : જૂનાગઢ જિલ્લાની ૫ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રમાં અપાય છે અધ્યત્તન ટેક્નોલોજીથી શિક્ષણ

મોટી એલઇડી ટી.વી.માં બાળકોને વાર્તા, બાળ ગીતો, રમતો અને શિક્ષણ વિશે અપાઇ છે માહિતી

 

બાળકોના પૂર્વ શિક્ષણ માટે અધ્યત્તન સાધનો ઉપલબ્ધ

કોડિંગ કીટ, ડોક્ટર કીટ, ગણતરી કીટ, લેટર કીટ, ટ્યુન કીટ અને ૬૫ ઇંચના ટીવી સહિત રૂા.૫.૨૯ લાખથી વધુની કીટ થકી જ્ઞાન સાથે ગમ્મત

 

રંગબેરંગી ચિત્રો, આલ્ફાબેટથી દિવાલો રંગવામાં આવી

 

સંકલન – સરમણ ભજગોતર

જૂનાગઢ : સમગ્ર રાજ્યમાં બાળકો મનોરંજન સાથે ભણી શકે એ માટે સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં પણ આવી ૫ આંગણવાડી બનાવવામાં આવી છે. જેમાં બાળકોને મોટી ૬૫ ઇંચની ટીવીમાં વાર્તા, બાળ ગીતો, રમતો સહિતના અંગે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સાથોસાથ વિવિધ આધુનિક કીટ પણ બાળકોને આપવામાં આવી છે જેના થકી બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પણ મળી રહે છે. બાળકો આંગણવાડીએ આવતા ડરતા હતા એ જ બાળકો હવે ઉત્સાહભેર આંગણવાડીએ પહોંચી મનોરંજન સાથે ભણી રહ્યા છે.

બાળકોના પૂર્વ શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા અદ્યતન સાધનોથી સજ્જ આંગણવાડીઓ બનાવવામાં આવી છે. હવે સ્માર્ટ આંગણવાડીઓ બનાવવામાં આવી રહી છે. જેના થકી બાળકોના પૂર્વ શિક્ષણ માટે અદ્યતન સાધનો વડી શિક્ષણ આપવામાં આવે છે અને આથી જ બાળકોનો શારીરિક-માનસિક વિકાસ થઇ રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં પણ પાંચ સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી છે. જેમાં માંગરોળ તાલુકાનાં શીલ-૨, મેંદરડા તાલુકાના નાગલપુર-૧, કેશોદ તાલુકાના કેશોદ-૧૨, વિસાવદર તાલુકાના રંતાગ અને જૂનાગઢ તાલુકાના બિલખા-૯ નો સમાવેશ સ્માર્ટ આંગણવાડીમાં થાય છે કે, જ્યા બાળકોને મોટી એલઇડી ટીવી, આધુનિક સાધનો વડે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખની વિવેકાધીન ગ્રાન્ટમાંથી કુલ રકમ રૂા.૨૬,૪૯,૯૦૦ના અનુદાનથી જિલ્લા પંચાયત જૂનાગઢના તાબા હેઠળની કુલ પાંચ આંગણવાડી કેન્દ્રોને પ્રતિ આંગણવાડી કેન્દ્ર દીઠ રૂા.૫,૨૯,૯૮૦ અનુદાન કરીને સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે થઇને સ્માર્ટ કીટ આપવામાં આવી છે. જેમાં Earth Kit, Mars Kit, Link Kit, Count Kit, Tunes Kit, Letters Kit, Coding Kit, Chess Kit, Cards Kit, Doctor Kit, 65 Inch Interactive panel with eLearning content, Interactive poster આ સ્માર્ટ ઇન્ટેલિજન્સ કીટ મારફત આંગણવાડીનાં બાળકોને આજનાં આધુનિક યુગમાં જ્ઞાન સાથે ટેકનોલોજી તેમજ બાળકોને આંગણવાડી ખાતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવા શુભ આશય સાથે સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી છે.

        આ સ્માર્ટ આંગણવાડીઓમાં બાળકોમાં શારીરિક, બોદ્વિક વિકાસની થીમ સાથે શિક્ષણ શરૂ કરાયું છે. આ આંગણવાડીમાં સ્ટોર રૂમ, ટીવી રૂમ, ડિજિટલ બોર્ડ, સ્ટાઇલિંશ બેઠક વ્યવસ્થા, અવનવા રમકડાની સુવિધા રાખવામાં આવી છે. ખાસ તો રંગબેરંગી ચિત્રો, આલ્ફાબેટથી દિવાલો રંગવામાં આવી છે. બાળકો વ્યવસ્થિત બેસીને અભ્યાસ કરી શકે તે માટે બેન્ચીસ તેમજ ખુરશીઓની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

 

  આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ભણતર સાથે પુરતુ પોષણ મળી રહે તેની પણ તકેદારી રાખવામાં આવે છે. બાળકોને બપોરનું ગરમ રાંધેલ ભોજન ૩ થી ૬ વર્ષના બાળકો માટે આંગણવાડી કેન્દ્ર પર આંગણવાડી કાર્યકર અને હેલ્પર દ્વારા રૂપિયા ૩ પ્રતિ/દિવસ/બાળકની મર્યાદામાં બનાવીને આપવામાં આવે છે. પ્રોટીન, તુવેર દાળ, ચણા દાળ, સોયા ટુકડાઓ સાથે ભોજન માટે આંગણવાડીઓમાં ફરતા મેનુમાં વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. તે ઉપરાંત ધાત્રી માતાઓ અને કિશોરીઓને પણ પોષણક્ષમ આહાર આપવામાં આવે છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!