મહિલાનું તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવતું જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટર

મહિલાનું તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવતું જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટર
Spread the love

મહિલાનું તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવતું જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટર

 

મહિલા પગપાળા માગતા ઉતારવા ભવનાથ આવી હતી અને ઘરનું સરનામું ભુલી ગઇ

જૂનાગઢ : સપ્ટેમ્બર માસ ૨૦૨૩ દરમિયાન એક મહિલાને અભયમ  મહિલા હેલ્પલાઇન ૧૮૧ની ટીમ દ્વારા બપોરે ૦૫:૩૭ કલાકે સખી વન સ્ટોપ સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. મહિલાને  આશ્રય આપવામાં આવેલ અને પુછપરછ કરતા કેશોદ તાલુકાના ગ્રામીણ વિસ્તારના રહેવાસી હોય અને વાડીના ભાગ્યા રાખી ખેત મજૂરી કરી અને તેમનું  ગુજરાન  ચલાવે છે. મહિલા સાથે વાતચીત કરતા વધુ માહિતી મળી હતી કે, તેમને ભવનાથ પગપાળા જવાની માનતા હોય તેથી તે પગપાળા ભવનાથ પહોંચ્યા હતા. ત્યા થાકીને સવારથી દામોદર કુંડ બેઠેલા જોઈ પોલીસે તેમની પૂછપરછ  કરી ભવનાથ પોલીસ સ્ટેશન લઈ  ગયા હતા.

ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે જણાવ્યું હતું કે, તે અહીં ભવનાથ માનતા ઉતારવા આવ્યા હતા. તેમનું ગામ યાદ નથી અને ઘરે જવું છે તેથી તેમને આશ્રયની વ્યવસ્થા પણ ન હોવાને કારણે ભવનાથ પોલીસે ૧૮૧ માં ફોન કર્યો હતો. આથી ૧૮૧ ની ટીમ બહેનને  સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો હતો. સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી દ્વારા બહેન સાથે વાતચીત કરી અને બહેનના ગામનું નામ પૂછી તેના સરપંચ સાથે સંપર્ક કરી અને તેમના પરિવારની તપાસ કરવામાં આવી હતી. સરપંચશ્રી એ જણાવેલ કે, તે વાડી વિસ્તારમાં રહેતા હોઈ અને સરપંચના સહયોગથી તેમના પતિનો સંપર્ક થયો હતો. તેમના પતિ બહેનને લેવા માટે સેન્ટરમાં આવ્યા હતા. બહેન તેમના પતિને જોઈ હરખના આંસુ છલકાયા હતા. બહેન ઘરેના પહોંચતા તેમના પતિ પણ ચિંતા કરતા હોય તેથી બહેનના પતિ પણ ખૂબ જ હર્ષ સાથે સેન્ટરનો આભાર વ્યક્ત કરી  અને એક ખોવાયેલા બહેનને તેમના પરિવાર સાથે મિલન કરાવતુ સખી વન સ્ટોપ સેન્ટર જનાગઢ ખરા અર્થમાં સાર્થક બન્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!