જૂનાગઢ ગ્રામ્ય તાલુકાના બી.આર.સી. કો−ઓર્ડિનેટર જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયા

જૂનાગઢ ગ્રામ્ય તાલુકાના બી.આર.સી. કો−ઓર્ડિનેટર ડો.સુરેશ મેવાડા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયા
જૂનાગઢ : ૫ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિનના રોજ જિલ્લા અને રાજય કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરતા વિશેષ પ્રતિભાવાન શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપી સન્માનિત કરવાનું રાજય સરકાર શિક્ષણ વિભાગનો ઉપક્રમ રહયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના ૧૧ શ્રેષ્ઠ શિક્ષકોનું શિક્ષક દિનના દિવસે ખબ.ક અક્ષર મંદિર જૂનાગઢ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના યજમાન પદે સન્માન કરવામાં આવ્યુ છે. આ શ્રેષ્ઠ શિક્ષક સન્માન કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના મેયરશ્રી ગીતાબેન પરમાર, જિલ્લા શિક્ષણ સમિતીના ચેરમેન મધુબેન સાવલીયા, જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.ડી. ધુંચલા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ સિ.લેકચરરશ્રી બી.કે. મેસીયા, બહાઉદીન સાયન્સ કોલેજ જૂનાગઢ પ્રિન્સીપાલ ભટ્ટ તેમજ વિવિધ મંડળના હોદૃદારો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. જેમાં જૂનાગઢ તાલુકાના બી.આર.સી કો−ઓર્ડિનેટર તરીકે હાલ ફરજ બજાવતા તોરણીયા પ્રાથમિક શાળાના ભાષા શિક્ષક ડો.સુરેશ મેવાડાને એમની ઉતમ શૈક્ષણિક કામગીરી અને વિશેષ સેવાઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેરના હસ્તે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તથા રોકડ પુરસ્કાર દ્રારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300