જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આયુષ્યમાન ભવ: કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આયુષ્યમાન ભવ: કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ : આયુષ્યમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન આપકે દ્વાર, આયુષ્યમાન આરોગ્ય મેળો, આયુષ્યમાન સભા (સ્વચ્છતા અભિયાન, અંગદન પ્રતિજ્ઞા, રક્તદાન શિબિર)નું ઇ-લોકાર્પણ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે થનાર હોય આ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે તારીખ ૧૩/૦૯/૨૦૨૩ને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શામળદાસ ગાંધી, ટાઉનહોલ, જૂનાગઢ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, રમેશભાઈ ધડુક તેમજ અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ભગવાનજીભાઈ કરગઠિયા, દેવાભાઈ માલમ, અરવિંદભાઈ લાડાણી અને ભુપેન્દ્રભાઈ ભાયાણી ઉપસ્થિત રહેશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300