જૂનાગઢ જિલ્લામાં ગાંધી-શાસ્ત્રી જયંતીના અવસરે તા.૧૫ સપ્ટેમ્બરના જિલ્લા ક્ક્ષાની વર્ચ્યુલ વકૃત્વ સ્પર્ધા યોજાશે

જૂનાગઢ જિલ્લામાં ગાંધી-શાસ્ત્રી જયંતીના અવસરે તા.૧૫ સપ્ટેમ્બરના જિલ્લા ક્ક્ષાની વર્ચ્યુલ વકૃત્વ સ્પર્ધા યોજાશે
Spread the love

જૂનાગઢ જિલ્લામાં ગાંધી-શાસ્ત્રી જયંતીના અવસરે તા.૧૫ સપ્ટેમ્બરના જિલ્લા ક્ક્ષાની વર્ચ્યુલ વકૃત્વ સ્પર્ધા યોજાશે

 

૧૮ થી ૨૯ વર્ષના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના નિવાસી આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે

 

જૂનાગઢ : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલયના સલગ્ન કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર, જૂનાગઢ દ્વારા તા.૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ જિલ્લા ક્ક્ષાની વર્ચ્યુલ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ગાંધી શાસ્ત્રી જયંતીના અવસર પર રાષ્ટ્રીય ક્ક્ષાનું વર્ચ્યુલ વકૃત્વ સ્પર્ધાનું આયોજન ભારતના સંસદ ભવન નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. રાષ્ટ્રીય ક્ક્ષાના કાર્યક્રમ માટે યુવાનોની પસંદગી જિલ્લા ક્ક્ષાના વર્ચ્યુલ વકૃત્વ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવશે. ૧૮ થી ૨૯ વર્ષના અને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના નિવાસી આ સ્પર્ધામાં ભાગ લેવા પાત્ર રેહશે. જિલ્લા ક્ક્ષાની સ્પર્ધામાં હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં આયોજિત કરવામાં આવશે. જિલ્લા ક્ક્ષાની સ્પર્ધાનો વિષય વર્તમાન કાલમાં ગાંધીજીના વિચારોની મહત્વતા છે. જિલ્લા ક્ક્ષાનો કાર્યક્રમ ઓનલાઈન કરવામાં આવશે અને રાષ્ટ્રીય ક્ક્ષાનો તા.૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ યોજવામાં આવશે. વધારે માહિતી માટે યુવાનો જિલ્લા યુવા અધિકારી નેહરુ યુવા કેન્દ્ર, જૂનાગઢનો સંપર્ક નંબર ૯૮૭૯૮૯૫૩૫૩ ઉપર સંપર્ક કરી શકે. નિયત નમૂનાનું ફ્રોર્મ કચેરી આવીને રૂબરૂ આવીને ભરી જવું. તા.૧૪/૦૯/૨૦૨૩ બપોરના ૧૨-૦૦ કલાક સુધીમાં ભરી જવું સાધનિક પુરાવા સાથે. આધાર કાર્ડની ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો સાથે લાવવાનો રહેશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!