વિધાનસભા ચૂંટણીઃ બીજેપીએ આંધ્ર અને અરુણાચલ પ્રદેશના જાહેર કર્યા ઉમેદવારો

વિધાનસભા ચૂંટણીઃ બીજેપીએ આંધ્ર અને અરુણાચલ પ્રદેશના જાહેર કર્યા ઉમેદવારો
Spread the love

ભારતીય જનતા પાર્ટીએ અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું છે. આંધ્ર પ્રદેશની 123 અને અરુણાચલ પ્રદેશની 54 સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે. બાકી બચેલા ઉમેદવારોની જાહેરાત જલ્દી કરવામાં આવશે. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ મુક્તો વિધાનસભા સીટ પરથી બીજેપીના ઉમેદવાર હશે. આંધ્ર પ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં પ્રથમ ચરણમાં 11 એપ્રિલે બધી સીટો ઉપર મતદાન થશે.

તેલંગાણા બન્યા પછી આંધ્ર પ્રદેશમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. કેન્દ્રની મોદી સરકાર સામે મોરચો ખોલનાર મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ સામે આ ચૂંટણીમાં પ્રતિષ્ઠા બચાવી રાખવાનો પડકાર છે. જ્યારે જગનમોહન રેડ્ડી પોતાની પાર્ટી વાઇઆરએસ કોંગ્રેસને આ ચૂંટણીમાં જીત અપાવીને પિતા રાજશેખર રેડ્ડીની વિરાસત આગળ વધારવા માંગે છે.

બીજી તરફ અરુણાચલ પ્રદેશમાં 60 વિધાનસભાની સીટો છે. 2014માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે કોંગ્રેસે 42 સીટો ઉપર જીત મેળવી હતી. બીજેપીએ 11 સીટો જીતી હતી. ચૂંટણી પછી રાજનીતિમાં ભારે ઉથલપાથલ થઈ હતી. વર્તમાનમાં બીજેપીના પેમા ખાંડુ મુખ્યમંત્રી છે.

Avatar

Admin

Right Click Disabled!