મોદી મનકી બાતમાં હરિયાણાના બળાત્કાર અને નોકરીઓની વાત કરે: રાહુલ

કંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીને નોકરીઓ ઊભી કરવા, ચીનનો જવાબ આપવા અને હરિયાણામાં થતાં બળાત્કારના કેસ અંગે વાત કરવાની સલાહ આપી હતી. ૨૮ જાન્યુઆરીએ પ્રસારિત થનાર પોતાના ‘મન કી બાત’ કાર્યક્રમ માટે મોદીએ લોકો પાસેથી સુચનો મંગાવતા રાહુલ ગાંધીએ મોદીને આ સવાલો પૂછ્યા હતા.
પ્રિય મોદી, તમે લોકો પાસેથી તમારી મનકી બાત કાર્યક્રમ માટે નવા નવા સુચનો મંગાવ્યા છે તો અમને એ જણાવ કે દેશમાં નોકરીઓ ઊભી કરવાની તમારી શું યોજના છે, ડોકલામમાંથી ચીનને બહાર કાઢવાની તમારી શું યોજના છે, હ
રિયાણામાં બળાત્કાર થતા રોકવા તમારી કઇ યોજના છે, એમ રાહુલે ટ્વિટ કરીને મોદીને પૂછ્યું હતું. હરિયાણામાં થયેલા બળાત્કાર અંગે ચારે તરફથી રાજ્. સરકારની ભારે ટીકા થઇ રહી હતી ત્યારે જ રાહુલ ગાંધીએ મોદીને આ સવાલ પૂછ્યો હતો.
Source: Gujarat Samachar