કાંકરેજ તાલુકાના તાંતીયાણા અને રાનેર ખાતે EKYC કાર્યક્રમ યોજાયા

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા માં ગુજરાત સરકાર ધ્વારા તમામ તાલુકા, જીલ્લા કક્ષાએ પી.એમ.કિસાન યોજના ઈ – કે.વાય.સી. કાર્યક્રમ અંતર્ગત કાંકરેજ તાલુકાના રાનેર, તાંતીયાણા ગામોમાં મામલતદાર ભરતભાઇ દરજી કાંકરેજ તેમજ તાલુકા વિકાસ અધિકારી ગઢવી સહિત આરોગ્ય વિભાગ ના અધિકારી પિયુષ ચૌધરી ધ્વારા કાર્યકમ ખુલ્લો મુકવામાં આવ્યો અને ઉપરોક્ત ગામોના ખેડુતો અને ગ્રામજનોને અગાઉ પી.એમ. કિસાન યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા પરંતુ ઈ.-કે.વાય.સી. બાકી હોવાના લીધે યોજનાનો લાભ ન લઇ શક્યા હોય તે ખેડુતમિત્રો માટે આજથી ઈ – કે.વાય.સી. ચાલુ થયેલ હોઈ પોતાના મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર જમા કરાવીને અથવા તો ઓનલાઈન પી.એમ.કિસાન એપ્લિકેશનથી પણ સેવાનો લાભ લઇ શકાશે તે બાબતની વિસ્તૃત માહિતી અને માગદર્શન આપવામાં આવેલ. જેમાં આરોગ્ય વિભાગના કર્મચારી, તલાટી કમ મંત્રીશ્રી તથા ગામના સરપંચ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજરમાં રહેલ.
જોકે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તરફથી સરકારી લાભો વિશે જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓ અને વચેટિયાઓ થી સાવધાન રહેવું જોઈએ અને ખબર ન હોય તો જેતે કચેરીના અધિકારી અથવા તો કર્મચારીનો અરજદારે સીધો સંપર્ક કરવા જણાવાયું હતું ત્યારે હવે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી તરીકે ગઢવી જેઓ હાલમાં ડેપ્યુટેશન પર આવેલ છે અને ચાર્જ સંભાળ્યો છે ત્યારે હવે તાલુકા પંચાયત કચેરી માં વહિવટી તંત્રએ રાહતનો દમ લીધો છે અને સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ નાયબ તાલુકા વિકાસ અધિકારી પરેશ ચૌધરી ઇન્ચાર્જ તરીકે સુંદર કામગીરી કરવામાં આવી હતી જેમાં હવે સોનામાં સુગંધ ભળે એવા તાલુકા વિકાસ અધિકારી આવતાં લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે