આયુષ્યમાન ભવ: અભિયાન અંતર્ગત જૂનાગઢના સફાઈ કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયા
આયુષ્યમાન ભવ: અભિયાન અંતર્ગત જૂનાગઢના સફાઈ કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયા
PHC અને CHC ખાતે સફાઈ કામદારોનું મેડિકલ ચેકઅપ કરી આરોગ્ય લક્ષી માર્ગદર્શન અપાયું
જૂનાગઢ : લોકોની આરોગ્ય સુખાકારી માટે સરકાર દ્વારા આયુષ્યમાન ભવ: અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન તા.૧૭ થી ૨ ઓક્ટોબર સુધી આયુષ્યમાન આપકે દ્વારા, આયુષ્યમાન આરોગ્ય મેળા અને આયુષ્યમાન સભાના કાર્યક્રમમાં થકી લોકોને આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે તા.૧૭ સપ્ટેમ્બરને રવિવારના રોજ સફાઈ કામદારો માટે આરોગ્યલક્ષી મેડિકલ કેમ્પનું આયોજન જૂનાગઢ જિલ્લાના PHC અને CHC સેન્ટરો ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં PHC અને CHCના ડોક્ટરો અને સ્ટાફ દ્વારા સફાઈ કામદારોનું મેડિકલ ચેકઅપ કરી આરોગ્ય લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300