જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન કૅમ્પ યોજયો.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન અને નેત્ર મણી આરોપણ કૅમ્પ યોજયો. ૨૫૦ દર્દી તપાસવામાં આવ્યા
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા જાયન્ટ્સ સપ્તાહ ઉજવણી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ પ્રસંગે મધુસુદન ડેરી અને ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ બોટાદ ના આર્થિક સૌજન્ય થી શ્રી નાગર દાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય અમરેલી ના સહયોગ થી નિઃશુલ્ક નેત્ર નિદાન અને નેત્ર મણી આરોપણ કેમ્પ તા.૧૭/૭/૨૩ રવિવાર ના રોજ લેઉવા પટેલ સમાજ ની વાડી હિફલી – બોટાદ ખાતે યોજાયો.
આ નિદાન સારવાર કેમ્પ માં ડો.હાર્દિક કાલરીયા , ડો.ચિત્રોડા દ્વારા 250 આંખ ના દર્દીઓ તપાસી આંખ ના નંબર કાઢી રાહત દરે ચશ્મા કાઢી આપવામાં આવેલ .જ્યારે મોતિયા ના 17 દર્દીઓને ટાંકા વગરના ઓપરેશન માટે અમરેલી લઈ જઈ નેત્ર મણી વિના મૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.
આ પ્રસંગે APMC બોટાદ ના ડી.એમ.પટેલ , મધુસુદન ડેરી ના ભોળા ભાઈ ,જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા , ફેડરેશન ઉપ પ્રમુખ કેતન ભાઈ રોજેસરા , યુનિટ ડીરેક્ટર ગ્રીન મૅન સી.એલ.ભીકડીયા , પ્રોજેકટ ચેરમેન લાલજીભાઈ કળથીયા , દીપકભાઈ માથુકિયા , મુકેશભાઈ જોટાણીયા , જયદીપભાઈ પરમાર , કાનજી ભાઈ કળથીયા , શૈલેષ ભાઈ પરમાર , મનસુર ખલ્યાણી , યોગેશ શેઠ , નાસિર ખલ્યાણી ,દર્શનભાઈ પટેલ ,દિલીપ ભલગામીયા વગેરે હાજર રહી કેમ્પ ને સફળ બનાવેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300