કોળિયો ઝૂંટવાયો:બનાસકાંઠાના ગ્રામિણ વિસ્તારોમાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો…

- ખેતરોમાં પાણી ભરાઇ જતાં કાપણી કરેલ બાજરી ના પાક સાથે ઘાસચારો પણ પલળી ગયો…
- જગતનાં તાતના પાક પર જ પાણી નથી ફરી વળ્યું પરંતુ એમની આશાઓ પર પાણી ફરી વળ્યાં છે…
રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહી ભારે થી અતિભારે વરસાદની આગાહી ના પગલે બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમા ભારે વરસાદ પડ્યો છે જેમાં પાછોતરો વરસાદથી બાજરી જુવારના સહિત પાકોને નુકશાન ની થતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દીયોદર કાંકરેજ ભાભર વાવ થરાદ લાખણી ધાનેરા ડીસા ભીલડી વગેરે વિસ્તારોમા ગાજવીજ સાથે વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.
ખેતરોમાં પણ પાણી ભરાઇ જતાં અને ભારે પવન કારણે બાજરીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે વરસાદના કારણે બાજરીના ઘાસચારો પણ પાણીમાં તરતો હોવાનો દ્રશ્યો પણ જોવા મળી રહ્યાં છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દ્વારા જણાવ્યું હતું કે ખેતરોમાં બાજરીનું વાવેતર કરેલું હતું પણ આ વરસાદ ના કારણે એરંડા અને મગફળી પાકને ફાયદો છે પરંતુ બાજરીનું વાવેતરની કાપણી કરી રહેલાં ખેતરોમાં વરસાદના કારણે પાણી ભરાઇ જતાં પાકને મોટું નુકશાન થયું હોઈ ખેડૂતો સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યાં છે…
પ્રતિનિધિ : ગંગારામ ઠાકોર (બનાસકાંઠા)