ગુજરાત પોલિસ જવાન માટે ગૌરવ ( GP ⭐ સોલ્ડર) વર્દી પ્રતીક કચરાના ઢગલામાં મળ્યા…

ભુજ : બોર્ડર જીલ્લા કચ્છમાં પોલિસ તથા સૈન્યની અન્ય વસ્તુઓ વહેંચવા પર કલેકટર દ્રારા ખાસ જાહેરનામુ બહાર ૫ડાય છે. જેથી સરહદી જીલ્લામાં તેનો ખોટો ઉપયોગ ન થાય જો કે તે વચ્ચે ગઈકાલે કચ્છ ના પાટનગર ભૂજ શહેર થી કોડકી જતા રસ્તા પર ખારી નદી બ્રિજ પાસે કચરા ના ઢગલામાં પોલિસ તંત્ર ની ગરીમા ખોરવાય તેવો એક બનાવ સામે આવ્યો છે. ગુજરાત પોલિસના (GP સોલ્ડર) લખાયેલા પટ્ટા ગઈકાલે કચરા ના ઢગલામાંથી મળી આવ્યા હતા.
અંદાજીત ૨૦ થી ૨૫ ગુજરાત પોલીસ (GP સોલ્ડર) લખાયેલા પટ્ટા અહીંયા કચરા ના ઢગલામાં એમજ પડ્યા હતા. જેને લઇને ચકચાર સર્જાઇ છે. પોલિસ કર્મચારી ના ઉપયોગમાં લેવાતા આ સોલ્ડર મોટી સંખ્યામા બિનવારસી મળી આવતા, આ અંગે પોલીસે બનાવની ગંભીરતા સમજી તરત પોલિસની એક ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. જાહેરમાં ફેકી દેવાયેલા આ સોલ્ડર અહી ક્યાથી આવ્યા તેની તપાસ બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવે તેમ છે.
આ અંગે વિશેષ માહિતી આપતાં સ્થાનિક પત્રકાર નિતેશ ગોર ના જણાવ્યા અનુસાર કચ્છમાંથી મળેલા પોલીસના શૉલ્ડર બેજને લઇને ગુજરાત ના ડીજીપી શ્રી. વિકાસ સહાય, ને આ અંગે જાણ કરાતાં તેઓ એ આ મામલે જણાવ્યું હતું કે, તપાસ કરાવીશું અને તેમાં જો કોઇ કસૂરવાર ઠરશે તો તેની વિરુદ્ધ સખત પગલાં લેવાશે. સરહદી વિસ્તાર હોઈ આ મામલે પોલીસ તંત્ર એ દિશા માં ગંભીરતા પુર્વક તપાસ નો દોર આગળ વધારશે તેમાં બે મત નથી.