લીલીયા મોટા CHC ખાતે સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયો

લીલીયા મોટા CHC ખાતે સ્ત્રી રોગ નિદાન તપાસ કેમ્પ યોજાયો
લીલીયા મોટા ની સિવિલ હોસ્પિટલ ખાતે સરકારશ્રીના આયુષ્યમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર લીલીયાના સંયુક્ત ઉપક્રમે સી. એચ. સી. સરકારી હોસ્પિટલ મોટા લીલીયા ખાતે સગર્ભા બહેનોની તપાસ તથા સ્ત્રીરોગના દર્દીની તપાસ માટે મેડિકલ કૅમ્પ યોજાયો.
આ કેમ્પમાં રાઘવેન્દ્ર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમરેલીના સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.કેવલ પંડ્યા તથા તેમની ટીમ દ્વારા લીલીયા તાલુકાની સગર્ભા બહેનોની તપાસ કરવામા આવી.
સી. એચ. સી. ના લેબોરેટરી ટેકનીશીયન પરેશભાઈ તથા રિધ્ધીબેન દ્વારા લાભાર્થીની લેબોરેટરી તપાસ કરવામાં આવી. ખીલખીલાટ દ્વારા તમામ લાભાર્થી ને ઘરે થી હોસ્પિટલ તથા ઘરે પરત મફત લાવવા મુકવાની વ્યવસ્થા પુરી પાડેલ.
સમગ્ર કેમ્પને સફળ બનાવવા અધિક્ષક ડો. એ.આર.પ્રકાશ, , તાલુકા હેલ્થ ઓફિસર ડો.એમ.એ.સિધ્ધપુરા,ડો. હિરેનભાઈ ચત્રોલા,તાલુકા સુપરવાઇઝર મનસુખભાઇ માધડ ,ફાર્માસીસ્ટ મિલનભાઈ, અમિતભાઇ,સામુહિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ, આશા બહેનો, પ્રા. આ. કેન્દ્ર સ્ટાફ વિગેરેએ ભારે જહેમત ઉઠાવી
રિપોર્ટ ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300