બોટાદ : શાળા ના બાળકો નો દાંત તપાસણી કેમ્પ યોજાયો.

સરદાર પટેલ ન. પ્રા. શાળા માં જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા શાળા ના બાળકો નો દાંત તપાસણી કેમ્પ યોજાયો.
જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા જાયન્ટ્સ સપ્તાહ ઉજવણી અંતર્ગત તા.20/9/23 ના રોજ સરદાર પટેલ ન.પ્રા. શાળા .મારુતિ નગર , પાળિયાદ રોડ બોટાદ ખાતે શાળા ના બાળકો નો દાંત ની તપાસણી નો કેમ્પ યોજાયેલ.જેમાં 400 બાળકો ના દાંત ની તપાસણી કરવામાં આવેલ.
આ દાંત નિદાન કેમ્પ માં જાયન્ટ્સ સંસ્થા ના દાંત ના નિષ્ણાંત ડો. પ્રશાંત કળથીયા તથા ડો.દિલીપ ભાઈ દરેડિયા ને માનદ સેવા આપેલ.તેમજ બાળકો ને દાંત ની સાર સંભાળ અંગે જરૂરી માહિતી આપેલ.
આ નિદાન કેમ્પ પ્રસંગે જાયન્ટ્સ ફેડરેશન ઉપ પ્રમુખ કેતન રોજેસરા , શાળા ના આચાર્ય કૃષ્ણકાંત જોધાણી તથા શાળા ના શિક્ષક ગણે જહેમત ઉઠાવેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300