બોરસદ : વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો શ્રી આર. પી. અનડા કૉલેજ ઓફ અજ્યુકેશન,બોરસદ.ખાતે
આજ રોજ તારીખ:-૨૨/૦૯/૨૦૨૩ના દિવસે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયેલો. જેમાં મુખ્ય વકતા તરીકે નરસંડાના વતની શ્રી રામભાઈ ફુલાભાઈ પટેલે વક્તવ્ય આપેલું કે આજના સમયમાં વ્યક્તિ વ્યસનનો ભોગી બની રહ્યો છે અને આવા વ્યસનોના કારણે કેન્સર જેવાં જીવલેણ રોગોનો ભોગી બની રહ્યો છે અને વ્યસનના કારણે ૪૦% જેટલા કેસો ઘરગૃહસ્થિ બગડવાના નોંધાય છે. ઘર,પરિવાર, માતા, પત્ની વગેરે હેરાન થાય છે. વ્યસનને કારણે વ્યસનીને આવું લાગે છે કે તે સિગારેટ, તમાકુ, દારૂ વગેરેને પીવે છે; પરંતુ આ બધાજ વ્યાસનો તેને પીવે છે અને અમુક સમય પછી તે કેન્સર જેવાં જીવલેણ રોગનો ભોગી બને છે. આવા વ્યસનના કારણે જડબુ ,જીભ, ગળાના, મગજના, ફેફસાનું કેન્સર થાય છે અને કેન્સરથી પીડાતા રોગીઓના ફોટો બતાવીને જાગૃતતા અને પ્રેરણા પૂરી પડેલી કે આવા વ્યસનથી દૂર અહેવું જોઈએ અને વ્યક્તિએ વ્યસનની જગ્યાએ યોગ્ય આહારનો ઉપયોગ કરવો જોઈએ અને કેન્સરથી બચવા માટેના ઉપાયો વિશે પણ માર્ગદર્શન પૂરું પડેલું.શ્રી રામભાઈ ફુલાભાઈ પટેલનું શબ્દો દ્વારા સ્વાગત,આવકાર પરિચય અને આભારદર્શન શ્રી આર.પી. અનડા કૉલેજ ઓફ અજ્યુકેશનના પ્રાચાર્ય શ્રી ડૉ.જે.કે.તલાટી સાહેબે હૃદયના ઉમળકાભેર કરેલું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300