નર્મદામાં પૂરના પાણી સાથે મગરોનું આગમન, છાપરા પાટિયે ત્રણ મગર દેખાયાં

નર્મદામાં પૂરના પાણી સાથે મગરોનું આગમન, છાપરા પાટિયે ત્રણ દેખાયાં
અંકલેશ્વરના છાપરા પાટિયા નજીક ત્રણ મગર નજરે પડતા વન વિભાગ બેનર લગાવી પાંજરા મુક્યા હતા. પૂરના પાણી ઓસરતાં જ મગર ભૂતમામાં ડેરી સામેના પટમાં જોવા મળી રહયાં છે. પૂરના પાણી માંડ ઓસર્યા છે ત્યાં હવે સરીસૃપ બહાર આવી રહ્યા છે. ગત રોજ અંકલેશ્વર ની અનેક સોસાયટીમાંથી સર્પ નીકળ્યા હતા.
જેને જીવદયા પ્રેમીઓ પકડી સુરક્ષિત સ્થળે મુક્ત કરી રહ્યા છે. છાપરા પાટિયા અને ભૂતમામાની ડેરી વચ્ચે મહાકાય મગર ખાડી માં લટાર મારતો જોવા મળ્યો હતો. એક સાથે ત્રણ ત્રણ મગરો નજરે પડતા વાહન ચાલકો અને ગ્રામજનો માં ભય માહોલ સર્જાયો હતો. મગર ખાડીમાં કિનારે ચાલતા ચાલતા જતા જોવા મળ્યો હતો. વન વિભાગ દ્વારા ત્રણ સ્થળે પાંજરા મુકવાની તજવીજ શરુ કરી હતી. એટલું જ નહિ રોડ સાઈડ પર બેનરો લગાવી લોકો ને સચેત કર્યા હતા. વન વિભાગ અને જીવદયા પ્રેમી દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી છે. અગાઉ એક મગર નજરે પડ્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300