રાજકોટ : ગાંધી મ્યુઝિયમની પ વર્ષમાં ૧૩૦૦થી વધુ વિદેશીઓ સહિત લોકોએ લીધી મુલાકાત.

રાજકોટ શહેર ગાંધી મ્યુઝિયમની પ વર્ષમાં ૧૩૦૦થી વધુ વિદેશીઓ સહિત લોકોએ લીધી મુલાકાત.
રાજકોટ : માતૃભૂમિ ભારતની સ્વતંત્રતા માટે સત્ય અને અહિંસા જેવા બે અમોઘ શસ્ત્રોથી અંગેજો સામે લડનારા રાષ્ટ્રપિતા ગાંધીજીની તા.૨ ઓક્ટોબરે જન્મજયંતી છે. ઈ.સ.૧૮૬૯માં પોરબંદર ખાતે જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીની મહાત્મા ગાંધીજી બનવાની યાત્રાના આરંભની સાક્ષી રાજકોટની ભૂમિ બની છે, કારણ કે ગાંધીજીએ રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કુલમાં શાળાકીય શિક્ષણ લઈ જીવન મૂલ્યો ગ્રહણ કર્યા હતા. “મારું જીવન એ જ મારો સંદેશ છે. “એમ કહેનારા ગાંધી બાપુના જીવનકવનને સ્મૃતિરૂપે સાચવવા માટે રાજકોટમાં મહાત્મા ગાંધી સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિશ્વ વંદનીય વિભૂતિ મહાત્મા ગાંધીને સમર્પિત ભવ્ય વિશ્વ સ્તરીય આ સંગ્રહાલય રાજકોટ શહેરના જવાહર રોડ પર જ્યુબીલી ચોક નજીક આવેલું છે. રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમ દ્વારા સંયુક્ત રીતે મહાત્મા ગાંધી સંગ્રહાલયનું સંચાલન કરવામાં આવે છે. મુલાકાતીઓ ટિકિટ લઈને સવારે ૧૦ કલાકથી સાંજે ૭ કલાક સુધી મ્યુઝિયમ તેમજ સાંજે ૭.૩૦ કલાકે લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળી શકે છે. મ્યુઝિયમ દર સોમવારે બંધ રહે છે. રાજકોટ શહેર મહાનગરપાલિકાના એસ્ટેટ મેનેજર ભરતભાઈ કાથરોટીયા જણાવે છે કે મહાત્મા ગાંધી સંગ્રહાલય એ રાજકોટનું એક એવું સ્થળ છે કે જ્યાં ગાંધીજીની જીવન યાત્રાનો જીવંત અનુભવ કરી શકાય છે. તા.૧ ઓક્ટોબર, ૨૦૧૮થી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી ૨,૭૭,૨૮૫ લોકોએ મુલાકાત લીધી છે. જે પૈકી પ વર્ષમાં ૧૩૦૧ વિદેશીઓ માટે ગાંધી મ્યુઝિયમ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતના પ્રવાસન વિભાગની સ્વદેશ દર્શન યોજના હેઠળ ‘સર્વશ્રેષ્ઠ લાઇટ એન્ડ સાઉન્ડ શો’ ની કેટેગરીમાં ગાંધી મ્યુઝીયમને દ્વિતીય ક્રમે પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300