બેજાસે મૂન મિશનનું અનાવરણ કર્યુ, કÌšંઃ ચંદ્ર સુધી રસ્તો બનાવવો અમારી જવાબદારી

વોશિંગ્ટન,તા.૧૦
એમેઝોનના સીઇઓ જેફ બેજાસે શુક્રવારે પોતાનું પ્રથમ મૂન મિશનનું અનાવરણ કર્યુ. તેમાં તેઓએ કંપનીના બ્લૂ ઓરિજિન સ્પેસ પ્રોગ્રામ હેઠળ તૈયાર કરેલા નવા રોકેટ એÂન્જન અને અંતરિક્ષયાન રજૂ કર્યુ. બેજાસે કÌšં કે, આ ચંદ્ર પર પરત જવાનો સમય છે. અમે હવે ચંદ્ર સુધીનો રસ્તો બનાવીશું અને ત્યાં રોકાઇશું પણ.
હાલ જે મૂન લેન્ડરને બેજાસે રજૂ કર્યો, તેનાથી માત્ર વૈજ્ઞાનિક ઉપકરણ, સેટેલાઇટ અને રોવર જ ચંદ્ર પર મોકલી શકાશે. વોશિંગ્ટનમાં નાસા અને અન્ય કંપનીઓના માલિકોની હાજરીમાં બેજાસે કÌšં કે, હજુ અંતરિક્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોવાના કારણે અહીં કંઇ પણ મજેદાર કરવું ઘણું મોંઘુ છે. તેથી મારી પેઢીનું કામ અંતરિક્ષમાં આધારભૂત ઢાંચો ઉભો કરવાનું છે, જેથી ચંદ્ર પર જવાની સુવિધા તૈયાર કરી શકાય.
એવું માનવામાં આવી રÌšં છે કે, બેજાસ આવનારા સમયમાં અંતરિક્ષ અને ચંદ્રને લોકોને રહેવા માટે તૈયાર કરવા ઇચ્છીએ છીએ. પોતાના કાર્યક્રમની મદદથી તેઓ અંતરિક્ષ યાત્રાને સસ્તી કરવા ઇચ્છે છે. તેઓને જણાવવા માટે બેજાસે કાર્યક્રમમાં આવી સ્પેસ કોલોનીની તસવીરો પણ દર્શાવી, જ્યાં માણસોની સાથે જાનવર અને ગ્રીનરી પણ મોજૂદ હશે.