ટ્યૂનીશિયા નજીક લીબિયાથી યુરોપ જતી બોટ પલટી જતાં ૭૦ પ્રવાસીઓના મોત

ટ્યૂનિશ,
ભૂમધ્ય સાગરમાં પ્રવાસીઓને લઇ જઇ રહેલી એક બોટ પલટવાથી ઓછામાં ઓછા ૭૦ લોકોનાં મોત થયા છે. યુનાઇટેડ નેશન્સની રેફ્યૂજી એજન્સી અનુસાર, આ બોટ ટ્યૂનીશિયા નજીક સમુદ્રમાં પલટી ગઇ છે. યુએનએચસીઆર તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી માત્ર ૧૬ લોકોને જ બચાવી શકાય છે. જીવિત બચેલા લોકોએ કÌšં કે, બોટ ગુરૂવારે લીબિયાથી ઉપડી હતી, સમુદ્રમાં ભારે મોજાના કારણે તે પલટી ગઇ.
ેંદ્ગૐઝ્રઇ આંકડાઓ અનુસાર, આ વર્ષે અત્યાર સુધી લીબિયાથી યુરોપના રસ્તામાં અંદાજિત ૧૬૪ લોકોનાં મોત આ જ પ્રકારે થયા છે. જા કે, આ દુર્ઘટના અત્યાર સુધી થયેલી તમામ દુર્ઘટનાઓમાંથી સૌથી મોટી છે. દુર્ઘટનામાં બચેલા લોકોને ટ્યૂનીશિયાનું નૌકાદળ પોતાના દેશના કોસ્ટલ વિસ્તાર પર લઇ આવી છે. એક વ્યÂક્તને ઉપચાર માટે હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ટ્યૂનીશિયાના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, જેવી આ દુર્ઘટના અંગે જાણકારી મળી તેઓએ તાત્કાલિક માછલી પકડવાની બોટને અહીં મોકલાવી જેથી ફસાયેલા લોકોને બચાવી શકાય. આ બોટમાં સવાર મોટાંભાગના લોકો આફ્રિકાથી હોવાનું સામે આવ્યું છે.
દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસી ભૂમધ્ય સાગર પાર કરીને યુરોપ તરફ આવવાના પ્રયત્નો કરે છે. આ લોકો માટે લીબિયા મુખ્ય પ્રસ્થાન કેન્દ્ર હોય છે. જે પ્રકારની બોટમાં આ પ્રવાસીઓ મુસાફરી કરે છે તેની ક્ષમતા વધુ નથી હોતી, જેના કારણે ભારે મોજાની વચ્ચે બોટ વધુ ભાર વહન કરવા સક્ષમ નથી હોતી અને પલટી જાય છે.