બંગાળની દુર્ગા (મમતા)એ દિલ્હીમાં મહિષાસુર(મોદી)ને હરાવવા પડશેઃ નાયડુ

ખડગપુર,
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી મહિષાસુર સાથે કરતા કÌšં છે કે દેશમાં શાંતિ માટે બંગાળ દુર્ગા (પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી)એ તેમને હરાવવા પડશે. નાયડુએ મહાગઠબંધનના ભવિષ્યની યોજનાઓ અંગે ખડગપુરમાં બેનરજી સાથે બંધ બારણે વાતચીત કર્યા બાદ આ નિવેદન આપ્યું હતું.
નાયડુના કથન પર કડક પ્રતિક્રિયા વ્યક્ત કરતા ભાજપે કÌšં કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી માનસિક બીમારીના શિકાર છે અને તેઓ ચૂંટણી હારવાના ડરથી આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. ટીડીપીએ Âટ્વટ કરી કÌšં કે નાયડુએ ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભીષણ ટીકા કરી છે. આ વખતે પશ્ચિમ બંગાળની જમીનથી તેમણે મોદીની ટીકા કરી છે. તેઓએ નરેન્દ્ર મોદીને મહિષાસુર અને મમતા બેનરજીને બંગાળની દુર્ગા તરીકે જણાવ્યા છે.
પાર્ટીએ પોતાના અધિકૃત Âટ્વટર હેન્ડલ પર કÌšં કે તેઓએ (નાયડુએ) કÌšં છે કે બંગાળ દુર્ગાએ દેશમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે દિલ્હીમાં મહિષાસુર (મોદી)ને હરાવવા પડશે. હિન્દુ પુરાણો અનુસાર દેવી દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો હતો.
રાજ્યમાં વિપક્ષના નેતાઓ અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ જગન મોહન રેડ્ડી પર ટિપ્પણી કરતા ટીડીપીએ નાયડુનો ઉલ્લેખ કરતાં કÌšં કે ભાજપ એક કથિત આર્થિક અપરાધીને ટેકો આપી રÌšં છે.