અલવર ગેંગરેપ પર કોંગ્રેસ સરકાર સામે કાર્યવાહી કરે સુપ્રીમ કોર્ટઃ માયાવતી

લખનૌ,
રાજસ્થાનના અલવરમાં પરિણીતા સાથે થયેલા ગેંગરેપની ઘટનામાં પોલિસના વલણ માટે વિરોધ ચાલુ છે. આ દરમિયાન અલવર ગેંગરેપ મામલે બસપા સુપ્રીમો માયાવતીનું પણ નિવેદન આવ્યુ છે. માયાવતીએ કÌš કે અલવર ગેંગરેપ મામલે દોષીતોને ફાંસીની સજા આપવી જાઈએ. માયાવતીએ અલવર ગેંગરેપ માટે કોંગ્રેસ સરકારને આડેહાથ લીધી.
બસપા સુપ્રીમોએ કÌš, ‘સુપ્રીમ કોર્ટને રાજ્યની કોંગ્રેસ સરકાર, પોલિસ અને પ્રશાસન સામે કાર્યવાહી કરવી જાઈએ. આ કેસમાં માત્ર દલિતોનો જ નહિ પરંતુ બધી મહિલાઓ સાથે જાડાયેલો છે.’ તમને જણાવી દઈએ કે રાજસ્થાનને શરમમાં મૂકનાર વિવાહિતા સાથે સામૂહિક દુષ્કર્મ મામલે અત્યાર સુધી પાંચ મુખ્ય આરોપીઓમાંથી ચારને પોલિસ પકડી ચૂકી છે. સાથે જ અલવર ગેંગરેપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના આરોપીને પણ પકડી લેવામાં આવ્યો છે.
બસપા સુપ્રીમોએ ચૂંટણી પ્રચાર દરમિયાન વાંધાજનક ટિપ્પણી કરનારા નેતાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી. તેમણે કÌš કે ચૂંટણી કમિશન એ રાજકીય નેતાઓ સામે ઉચિત કાર્યવાહી નથી કરી રહ્યા છે જે લોકસભા ચૂંટણી દરમિયાન મહિલાઓ સામે અપમાનજનક ટિપ્પણી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી દરમિયાન ઘણા નેતાઓએ વાંધાજનક ટિપ્પણી કરી છે.