ટૂરિઝમ બાર્ડ પર્યટકોની સંખ્યા ઘટે તેવા પ્રયાસોમાં લાગ્યુ

એમ્સ્ટર્ડમ,
દુનિયાના ઘણા ખરા દેશો પર્યટકો માટે લાલ જાજમ પાથરીને તેમને આકર્ષવા માટે પ્રયત્ન કરે છે ત્યારે એક દેશ એવો છે જે પ્રવાસીઓની વધતી જતી સંખ્યાના કારણે પરેશાન છે.
આ દેશનુ નામ છે નેધરલેન્ડ. પ્રવાસીઓની સંખ્યા ઓછી કરવા માટે નેધર લેન્ડ ઘણા પ્રયત્નો કરી રÌš છે પણ સફળતા મળી રહી નથી.
પહેલા નેધરલેન્ડે ટુરિઝમ પર ટેક્સ નાંખ્યો હતો પણ એ પછીય પ્રવાસીઓ નહીં ઘટતા હવે ટુરિઝમનો પ્રચાર પ્રસાર નહીં કરવાનુ સરકારે નક્કી કર્યુ છે.
સરકારનો અંદાજ છે કે એક દાયકાની અંદર નેધરલેન્ડની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા ૧.૯ કરોડથી વધીને ૨.૯ કરોડ પહોંચી જશે. ટુરિઝમ બોર્ડ પર્યટકોની સંખ્યા ઘટે તે માટે કામ કરી રÌš છે.
સરકારનુ કહેવુ છે કે, પ્રવાસીઓની વધારે સંખ્યાથી પ્રોપર્ટીના ભાવ વધી રહ્યા છે અને અંધાધૂધી ફેલાઈ રહી છે. સરકાર હવે નવો ટેક્સ નાંખાની પણ તૈયારીમાં છે. જેના ભાગરુપે જહાજા પર ફરવા જતા પ્રવાસીઓ માટે પ્રતિ યાત્રી ૬૫૦ રુપિયા ટેક્સ લેવાશે.