અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલમાં સંજય થોરાત ગુજરાતી વાર્તાની વાત કરશે.!

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલમાં સંજય થોરાત ગુજરાતી વાર્તાની વાત કરશે.!
Spread the love

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલમાં
સંજય થોરાત ગુજરાતી વાર્તાની વાત કરશે.!

ગુજરાતમાં કેટલીક ઐતિહાસિક સાહિત્યિક સંસ્થાઓ કલા-સાહિત્યની પ્રવૃત્તિને ધબકતી રાખી રહી છે. એમાં અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ(એઆઈએલએફ) જેવા ઓર્ગેનાઈઝેશન પણ કલા-સાહિત્યની પ્રવૃતિને જીવંત રાખવા નક્કર પ્રયાસ કરી રહ્યાછે. અમદાવાદ ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ(એઆઈએલએફ-૨૦૨૩)ની થીમ ‘સાહિત્ય અને માનવ વિકાસ’ છે. એઆઈએલએફના સંસ્થાપક ઉમાશંકર યાદવ સળંગ આઠમા વર્ષ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
‘અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ- ૨૦૨૩ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (થલતેજ ટેકરા) ખાતે ૨૪થી ૨૬ નવેમ્બર દરમિયાન યોજાશે. આ ત્રણ દિવસમાં ૨૫થી વધુ સેશનમાં 100થી વધુ વક્તા કલા- સાહિત્યના ભાવકો સાથે સંવાદ કરશે.
અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલમાં પ્રથમ દિવસે જ યુવા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કવિ અનિલ ચાવડા, ગાંધીનગર સાહિત્યસભાના પૂર્વ અધ્યક્ષ અને જાણીતા સ્તંભ લેખક સંજય થોરાત, સોશિયલ મીડિયા સેલિબ્રિટી અને સેક્શન ઓફિસર કુણાલ ગઢવી, યુવા લેખિકા પન્ના ત્રિવેદી ગુજરાતી વાર્તા કથનની ગ્લોબલ વાતો પેનલ ડિસ્કશનમાં કરશે. કાર્યક્રમના મોડરેટર તરીકે વોઈસ ઓવર આર્ટિસ્ટ નિકિતા શાહ સેવાઓ આપશે. ઉલ્લેખનીય છે કે અન્ય એક પેનલમાં ગાંધીનગર સાહિત્યસભાના પ્રમુખ રમેશ ઠક્કર પણ ઉપસ્થિત રહેવાના છે. ગાંધીનગરના સર્જકો ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં હાજરી આપે એ ગૌરવની વાત છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!