પાટણ જિલ્લામાં ૨૪ નવેમ્બર થી ૨૫ નવેમ્બર સુધી કૃષિ મહોત્સવ-૨૦૨૩નું આયોજન

પાટણ જિલ્લામાં ૨૪ નવેમ્બર થી ૨૫ નવેમ્બર સુધી કૃષિ મહોત્સવ-૨૦૨૩નું આયોજન
Spread the love

રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે તેમજ આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન સહ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર જિલ્લામાં તાલુકાવાર તા.૨૪મી નવેમ્બર થી તા.૨૫ મી નવેમ્બર સુધી જિલ્લામાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩નું આયોજન થશે. જેનાથી ખેડૂતોને કૃષિલક્ષી જ્ઞાન કૃષિ મહોત્સવમાં મળી રહેશે.

પ્રાકૃતિક કૃષિના ક્લસ્ટર/પિયતના નવા સોર્સ ઉપસ્થિત થયેલ હોય તેવા સ્થળનો સમાવેશ કરવામાં આવશે. કૃષિ મહોત્સવના પ્રથમ દિવસે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન વિવિધ સ્ટોલ મારફતે કરવામાં આવશે. આનો લાભ ખેડૂતોને મળી રહે તે માટે પ્રથમ અને બીજા દિવસે પ્રદર્શન ખુલ્લું રાખવામાં આવશે. ખેડૂતો દ્વારા પણ પ્રાકૃતિક કૃષિના એક મોડલ ફાર્મની મુલાકાત લેવામાં આવશે. આ કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ મિલેટ પાકોની ખેતી તથા તેનું મહત્વ, પ્રાકૃતિક ખેતી અંગેનું મહત્વ, એફ.પી.ઓ ની કામગીરી ,ખેતી ખર્ચમાં ઘટાડા માટે ઈનપુટનો કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનનો વધારો કરવો, બાગાયતી પાકોમાં નવીનતમ ટેકનોલોજી વિગેરે વિષે કૃષિ નિષ્ણાતો દ્વારા જાણકારી આપવામાં આવશે. પ્રગતીશીલ ખેડૂતોના અનુભવોનું આદાન પ્રદાન તથા બેસ્ટ આત્મા ફાર્મર ખેડૂતનું સન્માન તથા સહાય હુકમોનું વિતરણ થનાર છે.

કૃષિ મહોત્સવ-સ્થળે મહેસુલ વિભાગ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ / વિભાગોની કામગીરી માટે સેવા સેતુ કાર્યક્રમ તથા બાગાયત,ખેતીવાડી, આત્મા, સહકાર, પશુપાલન, જી.જી.આર.સી, ડ્રોન ટેકનોલોજી, પ્રાકૃતિક ખેતી, બેંક,
આઈ.સી.ડી.એસ જેવા વિવિધ વિભાગો દ્વારા સ્ટોલનું પણ આયોજન થનાર છે. જેનાથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વેગ મળશે. આ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમોમાં જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો હાજર રહી કાર્યક્રમ સાથે પ્રદર્શનનો લાભ લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી,પાટણ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20230827_190245-1.jpg IMG-20231121-WA0023-0.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!