પાટણ: પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત સ્થાનિક કારીગરોને મળશે 1 લાખ સુધીની લોન

સ્થાનિક કારીગરો પગભર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજના થકી ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં જે નાના કારીગરો છે તેઓનો વ્યવસાય આગળ વધે તેમજ સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે તે માટેની આ કલ્યાણકારી યોજના માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. પાટણ જિલ્લામાં વસતા હસ્તકલા તેમજ પરંપરાગત કારીગરીના કારીગરોને તેમના રોજગારમાં મદદ મળી રહે તે અંતર્ગત પીએમ વિશ્વકર્મા યોજનામાંથી એક લાખ સુધીની લોન આપવામાં આવશે.
પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પાટણ જિલ્લાના કારીગરોને પણ આ યોજનાનો લાભ મળે તે માટે આજે વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કુટીર ઉદ્યોગના સેક્રેટરી પી.કે. સોલંકી તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકી, નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ જોડાયા હતા. આ બેઠકમાં પાટણ જિલ્લામાં 18 જેટલા વ્યવસાયોમાં કામ કરતા લોકોને પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ મળે તે માટેની ચર્ચા કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના કારીગરો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટેનું આયોજન આજની બેઠકમાં કરવામાં આવ્યું છે. 18 અલગ અલગ પ્રકારના વ્યવસાયો કરતા કારીગરો પીએમ વિશ્વકર્મા યોજનાનો વધુમાં વધુ લાભ લે તે માટે જિલ્લા વિકાસ અધિકારીએ અપીલ કરી છે. જિલ્લાના સીએસસી સેન્ટર પર જઈ કોઈપણ કારીગર પીએમ વિશ્વકર્મા યોજનાનો અરજી કરી શકે છે. અરજી કર્યા બાદ દરેક કારીગરને પાંચ દિવસની તાલીમ આપવામાં આવશે. જે તાલીમ અંતર્ગત તેને પ્રતિદિન ₹500 નું સ્ટાઇનપેડ પણ આપવામાં આવશે.
આજની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકી નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ તેમજ જિલ્લા ઉદ્યોગ જનરલ મેનેજર એચ.એન મેવાડા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*વિશ્વકર્મા યોજના અંતર્ગત લાભ મેળવતા લાભાર્થીઓ માટે મહત્વની સૂચનાઓ :-*
*પાત્રતા :-*
(૧) પરંપરાગત, હસ્તકલા સાથે જોડાયેલા કારીગર.
(૨) લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ હોવી જોઈએ.
(૩) મુદ્રા અને સ્વનિધી યોજનામાં મેળવેલી લોન ભરપાઈ કરનારને પણ મળી શકશે લાભ.
(૪) પરિવારના કોઈ પણ એક લાભાર્થીને મળશે લાભ.
*૧૮ પ્રકારના કારીગરોને મળશે લાભ*
૧ સુથાર
૨ બોટ/નાવડી બનાવનાર
3 બખ્તર / ચપ્પુ બનાવનાર (આર્મર)
४ લુહાર
૫ હથોડી અને ટુલકીટ બનાવનાર
૬ તાળાં બનાવનાર
૭ કુંભાર
૮ શિલ્પકાર/મુર્તિકાર/પથ્થરની કામગીરી કરનાર
૯ મોચી/પગરખાં બનાવનાર કારીગર
૧૦ કડિયા
૧૧ વાળંદ (નાઈ)
૧૨ બાસ્કેટ/મેટ/સાવરણી બનાવનાર /કોયર કારીગર
૧૩ દરજી
૧૪ ધોબી
૧૫ ફુલોની માળા બનાવનાર/માળા
૧૬ માછલી પકડવાની જાળી બનાવનાર.
૧૭ ઢીંગલી અને રમકડાની બનાવટ (પરંપરાગત)
૧૮ સોની
*રજીસ્ટ્રેશન માટેના જરૂરી દસ્તાવેજો*
> આધારકાર્ડ અને આધારકાર્ડ સાથે લીંક કરેલ મોબાઈલ નંબર
> રેશનકાર્ડ
> પાનકાર્ડ (ઓપ્શનલ)
> બેંક પાસબુક (બેંક નામ, ખાતા નંબર, IFSC CODE સાથે)
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300