પાટણ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને એચડીએફસી બેન્ક લોન મેળાનું આયોજન..

ખોડાભા હોલ પાટણ ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાનમાં એચડીએફસી એચડીએફસી બેન્ક અંતર્ગત લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રાહકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ મહોત્સવમાં તમામ પ્રકારની બેન્કિંગ અને લોન સેવાઓ ઝડપથી ધિરાણ સરળતાથી મળી રહે તે માટે દસ્તાવેજીકરણ, ન્યૂનતમ પ્રોસેસિંગ ફી, આકર્ષક વ્યાજદર મળી રહે તે માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઇનાન્સ કંપનીઓએ પોતાના સ્ટોલ વડે આકર્ષણ ઉભુ કર્યું હતું. જિલ્લા કલેકટરશ્રી દ્વારા લગાડવામાં આવેલા સ્ટોલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે લાભાર્થીઓને તેમજ ગ્રાહકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રાંત અધિકારી મિતુલ પટેલ, ખેતીવાડી અધિકારી મહેશભાઈ પ્રજાપતિ, એચડીએફસી બેન્કના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300