પરિક્રમામાં સૌનો સહયોગ: વહીવટી તંત્રના પ્રયાસોથી સેવાકીય સંસ્થાએ જંગલના માર્ગે 40 ટોયલેટ બ્લોક બનાવ્યા

પરિક્રમામાં સૌનો સહયોગ: વહીવટી તંત્રના પ્રયાસોથી સેવાકીય સંસ્થાએ જંગલના માર્ગે 40 ટોયલેટ બ્લોક બનાવ્યા
પ્રથમ વખત સુંદર આયોજન :ભાવિકોનો આવકાર
પરિક્રમાથીઓને જીણાબાવાની મઢી અને બોરદેવી પાસે સવલત મળશે
ગિરનારની લીલી પરિક્રમામાં સૌના સહયોગથી ભાવિકો માટે સવલતો ઊભી થઈ રહી છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસો થી પ્રથમ વખત પરિક્રમાના જંગલના માર્ગે 40 હંગામી ટોઇલેટ બ્લોક જોવા મળશે.
કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં આ વખતે પરિક્રમાના આયોજનમાં પહેલેથી જ હેલ્થ -સેનિટેશન પર અગ્રતા આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સ્વેચ્છિક સંસ્થાઓને સાથે રાખીને કેટલીક સેવાકીય પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત લક્ષ્ય ફાઉન્ડેશન દ્વારા જીણાબાવાની મઢી પાસે 20 અને 20 ટોયલેટ બ્લોક બોરદેવી પાસે ઊભા કરવામાં આવ્યા છે. આ પ્રકારનું પરિક્રમામાં પ્રથમ વખત આયોજન છે જેને ભાવિકોએ આવકારેલ છે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ 20 મોબાઇલ ટોયલેટ યુનિટ ભવનાથ વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300