ગિરનારની પરિક્રમામાં જંગલના માર્ગે આરોગ્ય સેવા શરૂ

ગિરનારની પરિક્રમામાં જંગલના માર્ગે આરોગ્ય સેવા શરૂ
Spread the love

ગિરનારની પરિક્રમામાં જંગલના માર્ગે આરોગ્ય સેવા શરૂ

ભવનાથમાં ઓક્સિજન સાથેની સુવિધા અને જંગલમાં વિવિધ સ્થળોએ હંગામી મેડિકલ સેન્ટર માટે સ્ટાફ દવાના જથ્થા સાથે કાર્યરત


ગિરનારની લીલી પરિક્રમા શરૂ થાય તે પહેલા જ જંગલના માર્ગે વહીવટી તંત્ર દ્વારા આરોગ્યની સેવા ભાવિકો માટે ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલ તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય તંત્ર દ્વારા અગાઉથી જ કરાયેલા આયોજન મુજબ આજે મેડિકલ સેવાઓનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું.
સિવિલ હોસ્પિટલ દ્વારા નાકોડામાં ફિઝિશિયન તબીબ સાથે ઓક્સિજન સહિત icu સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ઇમર્જન્સીમાં અહીંથી જરૂર પડયે દર્દીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે ત્યાં પણ રાઉન્ડ ધ ક્લોક સેવા ઉપલબ્ધ છે.
જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા પણ જંગલના માર્ગે બોરદેવી ત્રણ રસ્તા શ્રવણની કાવડ ,ઝીણા બાવાની મઢી ,ભવનાથ કંટ્રોલરૂમ, અંબાજી સહિતના સ્થળોએ પ્રાથમિક સારવાર સાથે જરૂરી દવા અને સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. નજીકના વિસ્તારોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!