તમે તમારા સંતાનના પિતા જ બનજો મિત્ર નહી.

માતાપિતા બન્નેના પ્રેમનો કોઈ વિકલ્પ જ નથી.માતાનો પ્રેમ જગજાહેર હોય છે માતાની મહાનતાના ગુણો ચારેબાજુ ચર્ચાય છે.બેશક માતા મહાન જ છે.
પિતા પણ એમના સંતાનો માટે રાત દિવસ સતત ૨૪/૭ કલાક પોતાનો ખુનપસીનો એક કરી મહેનત કરે છે રાતદિવસ કાળી મજૂરી કરે છે.અરે ઘણી વખતે તો પિતા જયા ઉભા રહેવાનું કોઈ પસઁદ ના કરે ત્યાં પણ સંતાનો માટે કાલાવાલા કરતા પણ નજરે પડે છે.
દુનિયામાં બધા જ એમ ઈચ્છે છે કે તમે સફળ થાવ પણ એમનાથી આગળ વધો નહી એમ ચાહે છે પણ પિતા જ એક માત્ર વ્યક્તિ દુનિયામાં એવા છે કે જે ચાહે છે કે મારાં સંતાનો મારાં કરતા આગળ વધે મારાં કરતા પણ વધારે સફળ થાય.
પિતા કોઈ દિવસ પોતે સંતાનો માટે ઘરપરિવાર માટે જે મથામણ કરે છે જે રાતદિવસ ઘસાઈ જાય છે એ કોઈ દિવસ બોલીને બતાવતા નથી એમની વાણી વર્તનમાં કોઈ દિવસ આ વાત આવતી જ નથી.પિતા હમેશા ચુપચાપ પોતાનું કામ કર્યે જાય છે.
પિતા સવારે વહેલા જાય છે રાતે મોડા ઘરે આવે છે તેથી સંતાનોને સમય ઓછો આપી શકે છે પણ એજ પિતા રાતદિવસ સંતાનોનો સમય સુધારવા લાગેલા હોય છે.
પિતાનો પ્રેમ ક્યારેય દેખાતો નથી પિતાનો પ્રેમ ભગવાન જેવો હોય છે જે એમના પરિવાર અને સંતાનો પર રાતદિવસ અવરીત સતત વરસતો રહે છે પરંતુ એની કોઈ સાબિતી સબૂત પિતા કોઈ દિવસ આપતાં નથી.
પોતાની ખાસ વાત એ હોય છે કે પોતે સંતાનો માટે કઈ ખાસ કરે છે એવો ભાવ પોતાના વાણીવર્તનમાં કોઈ દિવસ કોઈ પળે આવતો જ નથી તેથી જ કદાચ સંતાનો પિતાને અન્યાય કરી બેસે છે
બહારની દુનિયામાં કઠોરતા અને રૂદ્રતાને કારણે અને વધારે પડતું કામ અને ચિંતાને કારણે પિતાની વાતોમાં એક જાતની કડવાશ આવી જાય છે.પિતા ક્યારેય મીઠાંબોલા હોતા નથી પિતાની કડક છાપ અને તુમાખીને કારણે સંતાનો ખોટા રસ્તે જતા ડરે છે ખોટા કામ કરતા ડરે છે પિતાની હાક અને ધાકને કારણે સંતાનો બગડતા અટકે છે.
આમ પણ માતાએ તારા પપ્પાને કહી દઈશ આખો દિવસ કહી કહી પિતાની છાપ બગાડી જ હોય છે.પિતા જાણ્યે અજાણ્યે બદનામ થયા જ કરે છે
આધુનિક સમય પ્રમાણે પિતા સંતાનના મિત્ર બનવાનો પ્રયત્ન કરે છે એ બહુ મોટી ભુલ છે.સંતાનને મિત્રો તો અનેંક મળશે પણ પિતા આ દુનિયામાં તમારા સિવાય નહી મળે યાદ રાખો સંતાનો માટે પિતા પહાડ છે ગમે તે મુસીબત તકલીફોનો ત્વરિત ઉકેલ છે.પિતા માઈલ સ્ટોન છે પિતા એક આઈડોલ છે પિતા એક આર્દશ હોય છે પિતાને જોઈને સંતાન જીવતા રહેતા ખાતાપિતા શીખે છે સંતાન પિતાની નકલ કર્યા કરે છે સંતાનને પિતા જેવા મજબુત ખડતલ બનવું હોય છે
પિતાની વિશાળતા સાચે જ અવરણીય છે પિતાને શબ્દોમાં આજ દિવસ સુધી કોઈ ઉતારી શક્યું નથી અને કોઈ ઉતારી શકવાનું નથી કોઈનું પણ ગજુ નથી બધાનો પનો પિતા આગળ ટૂંકો પડે છે
પિતા આગળ બેસવાનો સૌથી મોટો ફાયદો એ જે કે તમે કદી મોટા થતા નથી અને તમારા પિતા ઘરડા થતા નથી.
સાચે જ પિતા આટલી બધી એનર્જી ઉત્સાહ ઉમઁગ ક્યાંથી લાવતા હશે?.સતત દોડભાગ કેવી રીતે કરી શકતા હશે.
આલેખન : અબ્બાસભાઈ કૌકાવાલા.સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300