બીલીમોરાના યુવાનના સપના સાકર કરતી રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના.

બીલીમોરાના યુવાનના સપના સાકર કરતી રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના.
Spread the love

બીલીમોરાના યુવાન કેનિથ રોહિતના સપના સાકર કરતી રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના.

રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન યોજનાએ કેનિથને કેનેડામાં શિક્ષણ લેવાની સરળતા કરી આપી.

વિદેશ અભ્યાસ માટેની રાજ્ય સરકારની યોજના ખૂબ ઓછા વ્યાજના દરે અને સરળતાથી વિદેશમાં ભણતર સુગમ બનાવે છે : – વિમલભાઇ રોહિત (વિદ્યાર્થીના પિતાશ્રી)

ખેરગામ : આજનો યુવા આવતી કાલનું ભવિષ્ય છે. ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં યુવાઓ મહત્વનું યોગદાન આપી શકે છે. ગુજરાત સરકાર પણ ભાવી પેઢીને શિક્ષણથી સુસજ્જ કરવા અવિરત પ્રયાસો કરી શ્રેષ્ઠ ભૂમિકા ભજવી રહી છે. આજે ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની રૂચી અનુસાર જીવનની કેડી કંડારી રહ્યા છે જેમાં રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના તેમના માટે આશીર્વાદ સમાન બની છે.
નવસારી જીલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરાના રહેવાસી કેનિથ વિમલભાઇ રોહિત શાળાકાળથી જ શિક્ષણમાં ખૂબ તેજસ્વી હતા. તેમણે ડિપ્લોમાં મિકેનીકલ એન્જીનિયરીંગનો અભ્યાસ બાદ વિદેશમાં અભ્યાસ કરવાની ઝંખના હતી. જેથી તેઓએ કેનેડા દેશના ઓન્ટોરીયા રાજયના બેલવેલ શહેરની કોલેજમાં Applied Arts & Technology માં વેલ્ડીંગ અને ફેબ્રીકેશન ટેકનીશીયન તરીકે વર્ષ ૨૦૨૦ માં અભ્યાસ શરૂ કર્યો હતો.
વિદેશ અભ્યાસ માટે વિવિધ બેંકો ધિરાણ આપે છે પરંતુ તેનો વ્યાજ દર ઘણો ઉંચો હોય છે અને પ્રથમ હપ્તો ચૂકવાય તે સાથે જ વ્યાજ ચઢવા લાગે છે એવી લાગણી વ્યક્ત કરતા કેનિથના પિતા શ્રી વિમલભાઇ રોહિતે જણાવ્યું કે વિદેશમાં ભણવા માટેની રાજ્ય સરકારની ધિરાણ યોજના નજીવા વ્યાજના દરે ધિરાણ આપે છે અને વિદેશમાં અભ્યાસને સરળ અને સુગમ બનાવે છે. બેન્ક ધિરાણની સરખામણીમાં આ વિકલ્પ ખૂબ જ સોંઘો છે.
વિમલભાઇ લોન મેળવવા માટે તેમની અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી તરફથી મળેલા સહકારની વાત કરતાં કહે છે કે, વિદેશ અભ્યાસ લોન મેળવવા માટે શરૂઆતમાં બેંકો તરફથી ખુબ ઉંચા વ્યાજદરે લોન મળતી હતી જે અમારા મધ્યમવર્ગીય પરિવાર માટે ખુબ ચિંતાજનક બાબત હતી. વિદેશ સહાય યોજનાની માહિતી મળતા નવસારી જિલ્લા સેવા સદન, જુનાથાણા ખાતે આવેલી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીનો સંપર્ક કરતા મને કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નથી પડ્યો, આ માટે કચેરીના દરેક વ્યક્તિએ મને પૂરો સહકાર આપ્યો હતો. કચેરીમાંથી મને મળેલી જાણકારી મુજબ મેં તુરંત ઓનલાઈન જરૂરી તમામ દસ્તાવેજોને અપલોડ કર્યા હતા. જેની ચકાસણી બાદ અમને દીકરાના અભ્યાસ માટે રૂપિયા ૧૫ લાખની લોન મળી જેના કારણે આજે મારો દીકરો વિદેશમાં વેલ્ડીંગ અને ફેબ્રીકેશનનો અભ્યાસ પૂરો કરી શકયો છે. આ અગત્યના સમયે રાજ્ય સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વ્રારા વિદ્યાર્થીઓને મળવાપાત્ર વિદેશ અભ્યાસ લોન યોજનાએ તેની વિદેશમાં શિક્ષણ મેળવવાની ઝંખના સાકાર કરવાનો માર્ગ મોકળો કર્યો. હાલમાં કેનિથ રોહિત કેનેડાના ઓન્ટોરીયા રાજયના મીસીસૌંગા શહેરમાં મલ્ટીનેશનલ કંપનીમાં વેલ્ડીંગ ફેબ્રીકેશન ટેકનીશયન તરીકે નોકરી કરી રહયો છે.
ગુજરાત સરકારે અમારા પરિવારના જાણે એક મોભી બનીને જરૂરી લોન નજીવા દરે આપીને મારા દિકરાએ જોયેલા વિદેશ અભ્યાસના સપનાને સાકાર કર્યુ છે. આ માટે રાજ્ય સરકારને અમારા પરિવાર તરફથી હ્રદયથી આભાર માનીએ છે. વિદેશી અભ્યાસ સહાય યોજનાથી ગુજરાતનાં ગરીબ-મધ્યમ વર્ગનાં વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ અભ્યાસ આસાનીથી મેળવી રહ્યા છે. વિદેશી અભ્યાસ યોજના સહાય વિદેશ અભ્યાસ ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે સાચા અર્થે આશિર્વાદરૂપ બની છે.

રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!