ભાભર : ગોકુળધામ સોસાયટી મા ચોરી નો બનાવ:ત્રણ મકાનો નાં તાળા તૂટ્યા

ભાભર ખાતે આવેલ ગોકુળધામ સોસાયટી મા ચોરી નો બનાવ:ત્રણ મકાનો નાં તાળા તૂટ્યા
ભાભરમાં ગોકુળધામ સોસાયટી નાં પરીવારનાં લોકો વેકેશન કરવા જતાં ચોર ટોળકી એ મકાન ને નિશાન બનાવી ચોરી કરી
અગાઉ પણ પોલીસ મથક ના નજીકના અંતર માં દાગીના સહિત ચોરી કરી હતી
બનાસકાંઠા જિલ્લાના ભાભર સુઇગામ રોડ ઉપર તસ્કરો નો તરખરાટ જોવા મળ્યો જેમાં ત્રણ મકાન ને નિશાન બનાવી રાત્રીના સમયે ચોર ટોળકી એ ચોરી કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ભાભર સૂઈગામ રોડ પર આવેલ ગોકુળ ધામ સોસાયટીમાં ત્રણ રહેણાંક મકાનના તાળા તુટયા હતા.જે બનાવની મળતી માહિતી પ્રમાણે ગતરાત્રિના સુમારે ભાભર ના ગોકુળ ધામ સોસાયટીમાં મકાન નંબર 451, 469,457 નંબર માં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને હાથ અજમાવી ચોરી કરી પલાયન થઇ ગયા હતા.
ભાભર ખાતે બનેલ ચોરીની ઘટનામાં સોસાયટીના ત્રણેય મકાનમાં રહેતા લોકો પોતાના દીવાળીના વેકેશન દરમિયાન વતનમાં ગયા હોવાથી ચોર એ મકાન ને નિશાન બનાવ્યા હતા. મહત્વનું છે કે શાતિર ચોર એ તસ્કરોએ મકાન નાં નકુચા કાપીને મકાનોમાં તિજોરી કબાટ સહિત અન્ય ચીજ વસ્તુઓ અસ્ત વ્યસ્ત કરી હતી. જેમાં ગોકુળ ધામ સોસાયટીમાં ચોરીના સમગ્ર મામલે આજે ત્રણ વાગ્યા સુધીમાં ભાભર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઈ નહોતી.
ભાભર પોલીસ મથકમાં અગાઉ પણ ચોરી થયેલ તેના પણ ભેદ ઉકેલાયા નથી. સીસીટીવી કેમેરામાં ચોર કેદ થઈ ગયા હતા
ભાભરમાં સીસીટીવી કેમેરા નાખવા લોકોની માગ થઈ રહી છે.
રિપોર્ટ : સુનીલ ગોકલાણી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300