સાવરકુંડલા માં ડમી પી.એ. તરીકે રોફ જમાવનાર ઝડપાયો

સાવરકુંડલા માં ડમી પિએને ઝડપી પાડ્યો માનવ મંદિર ના ટ્રસ્ટી ને નકલી પીએ એ ફોન કરીને ગેર ગેરવરર્તન કર્યું હતું
ગુજરાત રાજ્યમાં નકલી કચેરી નકલી અધિકારી નું વાયરો ચાલ્યો હોય તેવું લાગી રહ્યું છે તાજેતરમાં જ અમરેલી જિલ્લાના પનોતા પુત્ર અને કેન્દ્રના મિનિસ્ટર પુરુષોત્તમ રૂપાલા ના ડમી પીએ બની અને ધમકાવવાની ઘટના સામે આવી છે
અમરેલી જિલ્લાના સાવરકુંડલા થી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર માનવ મંદિર મનોરોગી આશ્રમ આવેલો છે જ્યાં નિરાધાર અને રખડતા ભટકતા મનોરોગીઓ કે જેને પોલીસ મૂકવા આવે છે તેને વિનામૂલ્ય દાખલ કરવામાં આવે છે આશ્રમના ભક્તિ બાપુ અને વિશાળ સેવક સમુદાયો અને ટ્રસ્ટીઓ દ્વારા આ સેવા માં સહયોગ આપવામાં આવી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં 116 પાગલ મહિલાઓ સાંજી થઈ પુનઃ સમાજમાં પ્રસ્થાપિત થઈ છે આ આશ્રમના એક ટ્રસ્ટી કે જે પ્રસિદ્ધ લોકસાહિત્યકાર છે એવા મનસુખભાઈ વસોયા ને એક અજાણ્યા નંબર માંથી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા નો પીએ બોલું છું તેમ કહી ધમકી આપતો ફોન આવ્યો જેમાં કોઈ પાગલ પુરુષને દાખલ કરવા માટેનું ખાસ દબાણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે મનસુખભાઈ તેમને વિનંતી કરી અને જવાબ આપ્યો કે આ આશ્રમમાં ફક્ત મહિલાઓને જ દાખલ કરવામાં આવે છે પુરુષોને દાખલ કરવામાં નથી આવતા. છતાં પણ ડમી પી એ દ્વારા તેમને કડક ભાષામાં વાત કરવાનું ચાલુ રાખ્યું અને થોડીવાર પછી બીજો ફોન આવ્યો કે તમારી 11 લાખની ગ્રાન્ટ કેન્સલ કરાવી છે ત્યારે મનસુખભાઈ એવું કહ્યું કે આ આશ્રમ દાતાઓના દાનથી ચાલે છે અહીં ક્યારેય સરકારી ગ્રાન્ટ આવી નથી આવા ધમકી ભર્યા અને કડક ભાષાના ફોનની ક્લિપ મનસુખભાઈ એ અમરેલી ખાતે રૂપાલા સાહેબના મદદ કાર્યાલય એ મંત્રી હિરેનભાઈ વાળા ને મોકલી અને પોતાની હકીકત જણાવી જેના આધારે રૂપાલા સાહેબના કાર્યાલય મંત્રી હિરેનભાઈ વાળાએ સાવરકુંડલા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ફરિયાદને આધારે અને મોબાઈલ નંબરના લોકેશનને આધારે અમરેલી એલસીબીએ આ ડમી પી.એ.ને ઝડપી પાડ્યો અને હાલ સાવરકુંડલા પોલીસ આ શખ્સની આકરી પૂછપરછ કરી રહી છે આ ડમી પી.એ. નું નામ છે ભાવેશ ગોયાણી રહેવાસી પરવડી તાલુકો ગારીયાધાર નો છે હાલ તો પોલીસ ડુપ્લિકેટ પીએ બનીને અન્ય કઈ જગ્યાએ આવું કાર્ય કર્યું છે તેમજ તેની કાર્ય પદ્ધતિ બાબતે જીણવટ ભરી તપાસ કરી રહી છે ત્યારે સાવરકુંડલા રેન્જના ડેપ્યુટી એસ.પી. હરેશ વોરાએ પણ લોકોને અપીલ કરી છે કે આવી વ્યક્તિએ જો અન્ય કોઈ જગ્યાએ ફોન કર્યો હોય કે કડક ભાષા વાપરી અને વાત કરી હોય તો તાત્કાલિક સાવરકુંડલા પોલીસનો સંપર્ક કરવો
રિપોર્ટ:યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300