ખેડબ્રહ્મા: ડો. ભીમરાવ આંબેડકરની મહા પરીનિર્વાણ દિન ની ઉજવણી કરાઈ.

ખેડબ્રહ્મા: ડો. ભીમરાવ આંબેડકરની મહા પરીનિર્વાણ દિન ની ઉજવણી કરાઈ.
ખેડબ્રહ્મા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમજ ખેડબ્રહ્મા નગરજનો દ્વારા સંવિધાન નિર્માતા ભારત રત્ન બાબાસાહેબ ડો. ભીમ રાવ આંબેડકર ની
6 ડિસેમ્બર ના રોજ મહાપરી નિર્વાણ દિવસ તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જાતિ પ્રથાના પ્રખર વિરોધી ભારતમાંથી જાતિવાદ વર્ણવાદ નેસ્તનાબૂદ કરી તમામ ભારતના નાગરિકોને એક સમાન બનાવી દેનારા ,સ્ત્રીઓને શિક્ષણનો અધિકાર અપાવનાર, સ્ત્રીઓના તારણહાર એવા ભારતના મહાન સપૂત એવા મહામાનવ બાબાસાહેબ આંબેડકર ને તેઓના મહા પરીનિર્માણ દિન નિમિત્તે કોટી કોટી વંદનતેઓના અમૂલ્ય યોગદાન માટે આભાર વ્યક્ત કરી રુણ સ્વીકાર કરીએ છીએ.મહા પરીનિર્માણ દિન નિમિત્તેખેડબ્રહ્મા લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબ ની પ્રતિમા ને પુષ્પગુચ્છ અર્પણ કરી મીણબત્તી પ્રગટાવીને શ્રધ્ધા સુમન અપૅણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા,જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલિકા ખેડબ્રહ્મા ના સદસ્યો, યુવા ગ્રુપના પ્રમુખ બ્રીજેશ બારોટ, શિવુભાઈ ગમાર સભ્યો, ખેડબ્રહ્મા શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ હિતેન્દ્રસિંહ ચૌહાણ,તાલુકા પંચાયત પ્રમુખ રામ ભાઈ તરાળ તેમજ ચૂંટાયેલા તમામ સદસ્યો તેમજ નગરજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300