જૂનાગઢના વિરપુર ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં લાભાર્થીઓ સહાયથી લાભાન્વિત

જૂનાગઢના વિરપુર ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં લાભાર્થીઓ સહાયથી લાભાન્વિત
આયુષ્યમાન કાર્ડ, કિશોરીઓને પૂર્ણાશક્તિ અને સગર્ભાબહેનોને માતૃશક્તિકીટનું વિતરણઃ ખેડૂતોને ડ્રોનથી યાંત્રીક દવા અને ખાતર છંટકાવ અંગે માર્ગદર્શન
સરકારી સેવાઓના લાભ આપતા સ્ટોલ, ગામનાં પાદરે-આરોગ્યલક્ષીસેવા લેતા ગ્રામજનો
જૂનાગઢ : લોકોને ઘરઆંગણે સરકારી યોજનાઓની જાણકારી સાથે યોજનાથી વંચીત લાભાર્થિને યોજનાના લાભ મળી રહે તેવા સુભગ સમન્વય સહ દેશને વિકસિત બનાવવાની નેમ સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ જૂનાગઢ તાલુકાનાં વિરપુર ગામે આવી પહોંચતા ગામનાં સરપંચ રેહાનાબેન સિડા, આગેવાનશ્રી યાકુબભાઇ સીડા, ઉપસરપંચશ્રી ગોપાલભાઇ દાફડા, અમીનભાઇ સીડા અને ગ્રામજનોએ પરંપરાગત રીતે આ રથના વધામણાં કર્યા હતા. રથ સાથે વિવિધ સરકારશ્રીની કચેરીઓ દ્વારા અમલી સરકારી યોજનાઓના લાભાર્થીઓને ઘરઆંગણે યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાયા હતા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથને ગામેગામ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વિરપુર ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો સાથે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ, બહેનોને પોષણ કીટ તેમ , કીશોરીઓને પુર્ણાશક્તિ કીટ, તેમજ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનાં ગ્રામજનોને મળવા પાત્ર લાભ/સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકારી સેવાઓના ઘરઆંગણે જ લાભ ઉપલબ્ધ કરાવતા વિવિધ સ્ટોલ્સ પણ અહીં લાગ્યા હતા. જ્યાંથી મોટી સંખ્યામાં લોકોએ સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી હતી.
પ્રજાલક્ષી યોજનાકીય માહિતી અંગેની ફિલ્મ નિહાળી લોકોએ દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા ગ્રામજનોએ સામુહિક શપથ લીધા હતા. લાભાર્થીઓને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (પી.એમ.જે.એ.વાય.) કાર્ડ ઉપરાંત અનેકવિધ સહાય અપાઈ હતી. ગામમાં ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અને પોતાના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન અંગે લાભાર્થીઓએ પોતાની કહાની રજૂ કરી હતી. જ્યારે સારી કામગીરી કરનારા કર્મચારીઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં વિસ્તરણ અધિકારી ડી.બી. હિંગરાજીયા, જી.ડી.વામજા, ગ્રામજનો, શાળાનાં આચાર્ય કે.સી. રાઠોડ, આંગણવાડીનાં હલુબેન સીડા, તલાટીમંત્રીશ્રી કી.પી. મેસવાણીયા સહિત વિવિધ વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300