આપને પુત્રવધુને સાચા અર્થમાં દીકરી ક્યારે સમજીશું.

આપણા ઘરોમાં સામાન્ય રીતે દીકરો વાતેવાતે ડગલે પગલે મા પર આધાર રાખતો હોય છે. પણ સામાન્ય રીતે એવું મનાય છે કે લગ્ન પછી સમસ્યાઑ શરૂ થાય છે.પુત્રવધુ સાથે મતભેદ થાય કે ઘરના સભ્યો સાથે પુત્રવધુનો મનમેળ ના બેસે મોટા ભાગના ઘરોમાં આ તકલીફ થાય છે.
આપણે દીકરીને દીકરા સમાન બનાવવાની વાતો કરીએ છીએ પણ પણ દીકરાને ઘરેલુ બનાવવાનો નાનકડો પ્રયાસ પણ કોઈ દિવસ કરતા નથી.આપણે ત્યાં લગ્ન પછી દીકરાના માતાપિતા સાથે દીકરો અને પુત્રવધુ રહે છે તેથી કદાચ પુત્રવધૂનો વાંક વધારે દેખાય છે.
સ્ત્રી એ ઘરનો પાયો છે પરિવારનો આધાર છે.એ સમગ્ર કુટુંબને એક તાંતણે બાંધવાનું કામ કરે છે.
સમાજનું અસ્તિત્વ આજે પણ મહિલાઓ પર નિર્ભર છે.
દીકરીના લગ્નનું ગોઠવાય જાય એટલે એના માતાપિતા તરફથી કેટલીક શરતો અથવા તો વિનંતી કરવામા આવે છે કે હમારી દીકરીને ઘરકામ બરાબર આવડતું નથી. ક્યાંથી આવડે? કોઈ દિવસ કર્યું હોય તો આવડે ને? હમારી દીકરીને રસોઈ બનાવતા આવડતું નથી ક્યાંથી આવડે? કોઈ દિવસ રસોડામાં પગ મુક્યો હોય તો આવડે ને? અરે લાઈટરથી ગેસ સળગાવાના પણ ફાંફા હોય છે.રોટલી તો બેનને આવડવાનો સવાલ જ નથી.ઝાડુ પોતા વાસણ કચરો સાફ સફાઈ પણ આવડતી નથી.તો પછી તમારી દીકરીને શું આવડે છે?
આપણે દીકરાના લગ્ન કરીએ એટલે પુત્રવધુ પાસે થોડી અપેક્ષા હોય એ સ્વાભાવિક છે.એમાં દીકરીની માતા પાછા એમ કહે છે કે મારી દીકરીને બહારનું ખાવાનો બહુ શોખ છે.એને બહારનું બહુ ભાવે છે અઠવાડિયામા બે ત્રણ વાર એને બહાર જમવા લઈ જજો.બોલો આમાં તમારે શું કહેવું છે?
આમ જોવાની ખૂબી એ છે કે આ બધી શરતો દીકરી માટે બિન્દાસ મુકી દઈએ છીએ પણ આ જ શરતો પુત્રવધુ માટે એમની માતાજી તમને કહે તો તમે આ બધી શરતો મંજુર રાખો ખરા? સોચ લો ઠાકુર.
દીકરીએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોય સારા વ્યવસાયમા હોય પગાર સારો હોય આવક સારી હોય બહુ સારી વાત છે પણ એ જ દીકરીને ઘરકામ ના આવડતું હોય રસોઈ ના આવડતી હોય તો દીકરીનું શિક્ષણ શું કામનું?
આપણે ત્યાં એવી માનસિકતા છે કે ઘરના કામો કરીએ એટલે નાના ગણાય જઈએ. શું આ ખરી વાત છે? ના ને તો પછી આમ કેમ? બહાર નોકરી કરે એટલે ઘરનું એક પણ કામ કરવાનું નહી એ કઈ ચાલે? સારી નોકરી કરતા હોય એટલે બોલવા ચાલવામાં વાણી વર્તનમાં એક જાતનો રુવાબ ઠાઠ ઘમંડ આવી જાય તો પછી કેટલું ચાલવાનું છે? લોકો પુત્રવધુ પાસે થોડી અપેક્ષા પણ ના રાખી શકે?ઘરમાં કામ નહી કરી શકતા અને પથારીવશ વડીલો પણ આજની પુત્રવધુઓને બોજ લાગે છે.
આપણે સમજી શકીએ છીએ કે બહાર કામ કરતી પુત્રવધુના કામના કલાકો વધારે હોય છે પણ એનો એ મતલબ હરગીઝ નથી કે પુત્રવધુ ઘરની જવાબદારી સાઈડ પર હાંસિયામા ધકેલી દે અને ઘરનું કામ કરે જ નહી.
આપણે જોઈએ છે કે ઓછું ભણેલી પણ કોઠાસૂઝથી અભણ મહિલાઓ આજે વરસોથી બહોળા પરિવારને બરાબર સાચવતી આવી રહી છે અને ઘર સંભાળતા સંભાળતા પરિવારને નાનો મોટો આર્થિક ટેકો આપતી રહી છે સેલ્યુટ છે આ મહિલાઓને.
આપની દીકરીમા ઢગલો ખામી હોવા છતાં આપને આંખ આડા કાન કરી નાખીએ છીએ.અને બીજાની દીકરી આપની પુત્રવધુમા ખામીઓ શોધવા બેસી જઈએ છીએ.દીકરીને આપને ક્યારેય ટોકતા નથી
આલેખન : અબ્બાસભાઈ કૌકાવાલા.સુરત
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300