રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી.રામનાથ મહાદેવ મંદિર ખાતે સઘન સફાઈ હાથ ધરાઈ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી.રામનાથ મહાદેવ મંદિર ખાતે સઘન સફાઈ હાથ ધરાઈ.
રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા તથા સેનિટેશન કમિટી ચેરમેન નિલેશભાઈ જલુની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.૧૨/૧૨/૨૦૨૩ ના રોજ આજીનદી કાંઠે શ્રી.રામનાથ મહાદેવ મંદિર સાઈટ ખાતે તથા આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શ્રી.રામનાથ મહાદેવ અને આજુબાજુના વિસ્તારો સ્વચ્છ રહે તે માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દર ૮ થી ૧૦ દિવસે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવતી રહેશે. રામનાથ મહાદેવ મંદિર ખાતેની સફાઈ ઝુંબેશમાં ૧૫ જેટલા સફાઈ કર્મચારીઓ, ૧-જે.સી.બી. અને ૧-ડમ્પર સામેલ કરવામાં આવેલ હતાં અને બપોર સુધીમાં ૨૯ ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300