માળિયાહાટીના તાલુકાના પીપળવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ

માળિયાહાટીના તાલુકાના પીપળવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા માળીયાહાટીના તાલુકાના પીપળવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રીનો રેકોર્ડ સંદેશ અને સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે થયેલા વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતો વીડિયો રથ દ્વારા સૌએ નિહાળ્યો હતો. કાર્યક્રમમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી સંબંધિત વિભાગના અધિકારીઓ દ્રારા આપવામાં આવી હતી.
આરોગ્ય શાખા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં નવા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ,સ્વસહાય જૂથ મંડળોને પ્રમાણપત્ર વિતરણ,વાસ્મો યોજના અંતર્ગત નલ સે જલ હેઠળ અભિનંદન પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તેમજ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા પ્રેરીત કરાયા હતા.
આ ઉપરાંત મેરી જુબાની મેરી કહાની અન્વયે લાભાર્થીઓએ સરકારી યોજના થી તેમના જીવનમાં આવેલ સુખદ પરીવર્તન અંગે પણ પ્રતિભાવ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં સરપંચશ્રી, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300