જૂનાગઢ જિલ્લામાં ૧૧૩ ગામોમાં આયુષ્માન ભારત કાર્ડનું ૧૦૦ ટકા   સેચ્યુરેશન

જૂનાગઢ જિલ્લામાં ૧૧૩ ગામોમાં આયુષ્માન ભારત કાર્ડનું ૧૦૦ ટકા   સેચ્યુરેશન
Spread the love

જૂનાગઢ જિલ્લામાં ૧૧૩ ગામોમાં આયુષ્માન ભારત કાર્ડનું ૧૦૦ ટકા   સેચ્યુરેશન

 

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ગ્રામજનોને વહીવટી તંત્ર સામે ચાલીને આયુષ્માન ભારત કાર્ડ આપે છે

 

રાજ્યભરમાં લાભાર્થીઓને  આયુષ્માન ભારત કાર્ડમાં જૂનાગઢ જિલ્લો અગ્રેસર : ૬.૭૦ લાખ જેટલા લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડ આપી દેવાયા

 

આયુષ્માન ભારત કાર્ડ હોવાથી ગરીબ – મધ્યમ વર્ગના હૈયે ધરપત

લાભાર્થીઓ કહે છે, આયુષ્માન ભારત કાર્ડ છે, તો હાથ લાંબો કરવો પડતો નથી

 

ખાસ એહવાલ : રોહિત ઉસદડ

 

જૂનાગઢ : એક સમય હતો જ્યારે, ઘર પરિવારમાં એક સભ્યને ગંભીર બીમારી આવી પડે તો ઘર પરિવાર આર્થિક રીતે સાવ પડી ભાંગે. પણ આજે હજારો -લાખો ગરીબ મધ્યમ વર્ગના પરિવારના હૈયે ધરપત છે, જો કોઈ બીમારી આવી પડે તો,  ‘બીજા પાસે હાથ લાંબો નહીં કરવો પડે તેમ નથી’ કારણ કે તેમની પાસે છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન ભારત કાર્ડ.

જૂનાગઢ જિલ્લામાં આજે ૧૧૩ ગામોના પાત્રતા ધરાવતા તમામ લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપી દેવામાં આવ્યું છે. એટલે કે, આ ગામોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું ૧૦૦ ટકા સેચ્યુરેશન થઈ ચૂક્યું છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ગ્રામજનોને વહીવટી તંત્ર દ્વારા સામે ચાલીને આયુષ્માન કાર્ડ આપવામાં આવી રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ જ્યારે ગામે ગામ ફરે છે, ત્યારે આયુષ્માન ભારત કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવે છે સાથે જ ગામમાં બાકી રહેલ લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્માન ભારત કાર્ડ હેઠળ નોંધાયેલી ખાનગી હોસ્પિટલમાં લોકોને દસ લાખ સુધીની કેશલેસ સારવાર મળે છે. જે  રૂ. ૫ લાખ હતી તે, વધારીને ૧૦ લાખ કરવામાં આવી છે.

ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર શ્રી પી. એ. પઠાણે જણાવ્યું કે, હાલ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે. આ યાત્રા માધ્યમથી ખાસ કરીને પાત્રતા ધરાવનાર તમામ લાભાર્થીઓને કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ આવરી લેવાની નેમ સાથે નીકળી છે. લોકો માટે ખૂબ મહત્વપૂર્ણ એવી, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે, જેના અંતર્ગત આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવે છે. હાલમાં જિલ્લામાં ૧૧૩ જેટલા ગામોમાં આ યોજનાનું ૧૦૦ ટકા સેચ્યુરેશન એટલે કે, આ ગામોમાં પાત્રતા ધરાવનાર તમામ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન વહીવટી અને આરોગ્ય તંત્ર લોકોને વિવિધ યોજનાઓ હેઠળ આવરી લેવા માટે સતત કાર્ય કરી રહ્યું છે, આયુષ્માન કાર્ડથી એક પણ લાભાર્થી વંચિત ન રહે તે માટે ગ્રામ્ય સ્તરે આરોગ્ય વિભાગની ટીમ કામ કરી રહી છે.

જૂનાગઢ જીલ્લો આયુષ્માન ભારત કાર્ડ આપવામાં રાજ્યભરમાં અગ્રેસર છે, અત્યાર સુધીમાં જિલ્લામાં ૬.૭૦ લાખ જેટલા લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડ આપી દેવામાં આવ્યા છે.

 

આયુષ્માન ભારત કાર્ડ છે, તો હાથ લાંબો કરવો પડતો નથી

 

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના મજેવડી ગામના લાભાર્થી શ્રી વલ્લભભાઈ અમીપરા કહે છે કે, આશરે બે વર્ષ પહેલાં ભારે મારા ધર્મપત્નીને બે નળી બ્લોક થઈ ગઈ. બાયપાસ સર્જરીની જરૂર હતી. લાખોનો ખર્ચ થાય તેમ હતો. આટલા પૈસાનો પ્રબંધ કરવો ખૂબ મુશ્કેલ હતો, ત્યારે આયુષ્માન /માં કાર્ડ કામ લાગ્યું. રૂ.૨.૩૦ લાખના ખર્ચે રાજકોટની જાણીતી સ્ટર્લીંગ હોસ્પિટલમાં સારવાર સાથે બાયપાસ સર્જરી કરવામાં આવી. આમ, આયુષ્માન ભારત કાર્ડ છે, તો હાથ લાંબો કરવો પડતો નથી. આજે મારા ધર્મપત્ની એકદમ સ્વસ્થ છે તેમ જણાવતા તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!