માઁ અંબાના દ્વારે અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પત્રિકા અક્ષત કલશસ્વરૂપે અંબાજી પહોંચી

માઁ અંબાના દ્વારે અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પત્રિકા અક્ષત કલશસ્વરૂપે અંબાજી પહોંચી
યાત્રાધામ અંબાજી ખાતે શ્રી રામ મંદિર અયોધ્યા થી આવેલ અભિમંત્રિત પવિત્ર અક્ષત કળશ લઈ વિશ્વ હિન્દુ પરિષદ અંબાજી પ્રખંડ સ્વયંસેવકો અંબાજી ખાતે 51 શક્તિપીઠ સર્કલ ખાતે પહોંચ્યા હતા ત્યારબાદ ઢોલ નગાડા સાથે વિશ્વ હિન્દુ પરિષદ અંબાજી પ્રખંડ સ્વયંસેવકો દ્વારા સૌપ્રથમ અક્ષત કળશ લઈ અંબાજી મંદિરમા સિદ્ધિવિનાયક અને માઁ અંબા સમક્ષ અયોધ્યા રામ મંદિરની નિમંત્રણ આપવા પહોંચ્યા હતા માતાજીના આશીર્વાદ લઇ ત્યારબાદ અંબિકેશ્વર મહાદેવ અક્ષત કળશ લઇ અંબાજી મંદિર મુખ્ય પુજારી ભટ્ટજી મહારાજ દ્વારા ગાદી ઉપર અક્ષત કળશનું વિધિવત પૂજન અંબાજી મંદિરના મુખ્ય પૂજારી દ્વારા કરવામાં આવ્યું હતું
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મૂર્તિ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા સમારોહ કાર્યક્રમ ના આમંત્રણ પત્રિકા માટે ઘરથી ઘર સુધીનો સંપર્ક એક જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી કરવામાં આવશે
500 વર્ષનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે આ અવશરે યાત્રાધામ અંબાજી ગામની ધર્મ પ્રેમી જનતા ને ઘરથી ઘર સુધી સંપર્ક કરી સ્વયંસેવકો દ્વારા અક્ષત થી અયોધ્યા મુકામે રામલલાના દર્શન માટે આમંત્રણ પાઠવવામાં આવશે
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300