ઝરવાણી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સમાપન કાર્યક્રમ યોજાયો

ઝરવાણી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સમાપનમાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ આદિવાસી પરંપરાગત રીતે ઢોલના તાલે ઝુમયા
આદિવાસી સમાજમાં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ એક આગવી શૈલીમાં જ આમ તો જોવા મળે છે
નર્મદા જિલ્લાના પ્રકૃતિના ખોળે વસેલું એવું ઝરવાણી ગ્રામ પંચાયત ખાતે નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા’ નો તાલુકા કક્ષાનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન નાંદોદ ના મહિલા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ગામની બહેનો સાથે એક આગવી શૈલી અંદાજમાં આદિવાસી સાંસ્કૃતિક પરંપરાગત રીતે ઢોલના તાલે મનમોહક ઝૂમી નાચતા નજરે પડયાં હતા સમાપન કાર્યક્રમ પ્રસંગે ગ્રામજનોએ એ ઢોલના તાલે પરંપરાગત રીતે સંકલ્પ રથ યાત્રા સહિત મહાનુભાવોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ડો. દેશમુખે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરી, ગ્રામજનોને ઘરબેઠા લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, સંકલ્પ યાત્રા થકી મુખ્યત્વે આદિવાસી સમાજના ધ્યાને રાખીને એમનું જીવન ધોરણ ઉંચુ લાવવાના પ્રયાસો કરાયા છે અને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા માટે કેન્દ્ર અને રાજય સરકારની અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. વિવિધ યોજનાઓની મહત્વતા સમજાવતા કહ્યું કે, અંબાજીથી ઉમરગામ સુધી સિકલસેલથી લઈને અનેક રોગની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. જેનો લાભ લેવો જોઈએ.
આ સમાપન કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે ગરૂડેશ્વર તાલુકાના ૪૬ ગામોના રૂા.૮૦૬ કરોડના ખર્ચે થનાર ૧૯૯ જેટલા વિકાસ કામોનું ઇ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો, વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત શાળાનાં વિધાર્થીઓએ ભારતને ૨૦૪૭ સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગેના શપથ લીધા હતાં. સરકારની વિવિધ પ્રજાલક્ષી-સફળતાલક્ષી યોજનાઓની શોર્ટ ફિલ્મ નીહાળી હતી.સંકલ્પ રથ યાત્રા એટલે સરકારનો અડગ નિર્ધાર, પાત્ર ધરાવતા નાગરિકોને ઘરબેઠા લાભ અપાવવાનો છે. આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહિતના વિવિધ યોજનાના લાભાર્થીઓએ સફળતાના પ્રતિભાવો રજૂઆત કરીને ગ્રામજનોને લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતાં. ‘ધરતી કરે પુકાર કે’ થીમ હેઠળ સખી મંડળની બહેનો અને પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા રાસાયણિક ખાતરનો નહિવત ઉપયોગ કરવા અંગે નુક્કડ નાટક રજુ કરી પર્યાવરણનું રક્ષણ કરવાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે ગામના સરપંચ સોમાભાઇ વસાવાને અભિલેખા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહાનુભાવોના હસ્તે ગામના વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો એનાયત કરાયા હતાં. સાથે ઝરવાણી શાળાના શ્રેષ્ઠ વિધાર્થીઓનું સન્માન અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં.આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની સેવાઓ આપવામાં આવી હતી. તેમજ પશુપાલન, આરોગ્ય, ખેતીવાડી, અન્ન નાગરિક પુરવઠા અને ICDS વિભાગ દ્વારા સ્ટોલ ઊભા કરાયા હતા. કાર્યક્રામના અંતે મહાનુભાવો સહિત ગ્રામજનોએ ડ્રોનનું ડેમોસ્ટ્રેશન નિહાળ્યુ હતું. ગરુડેશ્વર તાલુકામાં આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પૂર્ણાહુતીમાં તાલુકા પંચાયત પ્રમુખ માંગતાભાઈ વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઈ વસાવા, અગ્રણી વિક્રમભાઇ તડવી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઝરમાબેન, ગામના સરપંચ સોભાઈ વસાવા, ડી.આર.ડી.એ. નિયામક જે. કે.જાદવ, મામલતદાર મનીષભાઈ ભોય, તાલુકા વિકાસ અધિકારી ભાવેશભાઇ વસાવા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, શાળાના બાળકો, શિક્ષકો, ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યાં હતા.
રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300