કુટીલપાડા ગામમમેં આદિવાસી પરિવારના ઘરમાં આગ લાગતા ઘરવખરી આગમાં બળી ભસ્મીભૂત

કુટીલપાડા ગામમમેં આદિવાસી પરિવારના ઘરમાં આગ લાગતા ઘરવખરી આગમાં બળી ભસ્મીભૂત
Spread the love

કુટીલપાડા ગામમાં આદિવાસી પરિવારના ઘરમાં આગ લાગવાની ઘટનામાં ઘરવખરી સામાન આગમાં બળી ભસ્મીભૂત પરિવાર બન્યો બે ધર

ઘરમાં બાંધેલ બે પશુઓ આગની લપેટમાં આવતા પશુઓનો જીવ બચાવા જતા ખેડુત પણ દાઝયો ખેડૂત તેમજ બે પશુઓને સામાન્ય ઇજા પહોંચી

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુટીલપાડા ગામમાં એક આદિવાસી પરિવાર ના ઘરમાં અચાનક રાત્રિના અસરમાં એ બે વાગ્યાની આસપાસ આદિવાસી પરિવાર ભર નિંદ્રામાં ઊંઘી રહ્યો હતો તે સમય દરમિયાન અચાનક ઘરમાં આગ લાગતા ચારેય કોર આગ થોડીક જ ક્ષણોમાં પસરી ગઈ હતી જેના પગલે ધરમાં રહેલું ઘરવખરી સામાન અનાજ તેમજ ખેતર માં પકવેલ કપાસ સહિતનો તમામ માલસમાન બળીને આગમાં ભસ્મિભૂત થઈ ખાખ થઈ જવા પામ્યો હતો આ ઘટના ની વાયું વેગે વાત પસરતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા આ આગ ની બનેલ ઘટનાને પગલે નિર્દયલ ગરીબ આ આદિવાસી પરિવાર ઉપર આપ જાણ કુદરતી આભ ફાટ્યું હોય તેમ ઉપર આભ નીચે જમીન જેવી સ્થિતિમાં બે ધર બની બે હાલ બની દુઃખના આભમાં સરકી ગયો છે આગ ની ઘટનામાં બે ધર બનેલા આદિવાસી પરિવાર ના ઘરમાં બે બાંધેલ બે પશુઓનો જીવ બચાવવા ગયેલ એક ખેડૂત અને બે પશુઓને દાઝવાથી ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે ગરીબ આદિવાસી પરિવારના ઘરમાં બનેલ આગની ઘટનામાં ઘરવખરી માલસામાન અનાજ સહિતનો ખેતીમાં પકવેલ કપાસ બળી ને ભસ્મીભૂત થઈ જવાને પગલે ભારે નુકસાન થવા પામ્યું છે


પ્રાપ્ત માહિતી પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના કુટીલપાડા ગામના પ્રેમસીંગભાઇ વસાવા ના ઘરમાં રાત્રિના અસરમાં અચાનક બે વાગ્યાની આસપાસ ઘરમાં અગમ્ય કારણોસર શોટસર્કિટને આગ લાગવાની ઘટનાને પગલે ઘર એક જ ક્ષણમાં ચોતરફ આગ ફરી ગઈ હતી આ ભયાનક લાગેલી આગની ઘટનાને પગલે ઘરમાં રહેલું આદિવાસી પરિવારનો ઘરવખરી સામાન તથા અનાજ ખેતરમાં પકવેલ કપાસ સહિતનો તમામ માલ સામાન આગમાં ભસ્મીભૂત થઈ ને બળીને ખાખ થઈ ગયો હતો જેના કારણે આ ગરીબ આદિવાસી પર જાણે કુદરતી હોનારત ની આભ ફાટ્યું હોય તેમ બે ધર બની ગયો હતો આ ઘટનાને પગલે ભારે નુકસાન થવા પામ્યું હતું જોકે આ બનેલી ઘટનામાં ઘરમાં બાંધેલ બે પશુઓને પણ આગ લાગવાથી દાઝી જતા બે પશુઓ ઇજાગ્રસ્ત બન્યા છે આ બે પશુઓને બચાવવા ગયેલ એક ખેડૂત પણ આગ ની ચપેટમાં આવી જતા દાઝતા સામાન્ય ઇજાગ્રસ્ત બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે લાગેલી આગની ઘટનામાં આ ગરીબ આદિવાસી પ્રેમસિંગભાઈ વસાવાના પરિવાર ઉપર જાને કોઈ મોટું આભ ફાટ્યું હોય તેમ આગની ઘટનામાં ભારે નુકસાન નો સામનો કરવાની મહામુસીબત આવી પડી છે હાલ આ બનેલ આગની ઘટનામાં ઘરવખરી સામાન અનાજ સહિત ખેતી માં પકવેલ કપાસ પશુઓ ને નુકસાન થયેલ છે અંદાજિત પાંચ થી છ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું એકદરે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે આ આગની ઘટનામાં નુક્શાનીનું વળતરની સહાય ચૂકવા માટે તાત્કાલિક ધોરણે નુક્શાનીનું સર્વે કરાવી ગરીબ આદિવાસી પરિવારને સરકાર તથા વહીવટી તંત્ર આર્થિક રીતે મદદ મળે તે રીતે સહાય ચુકવામાં આવે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી આ પરિવાર માંગ કરી રહ્યો છે

ફાયર ફાઈટર સબ સ્ટેશનની સુવિધા વહેલી તકે ઉપલબ્ધ ન કરાવામાં આવે તો આવનારા દિવસોમાં આ વિસ્તારોમાં ચૂંટણીઓ દરમિયાન આ મુખ્યત્વે મુદ્દે લોકોના સવાલોના મારાનો સામનો નેતાઓ એ કરવો પડે તો નવાઈ નહી

સાગબારા અને ડેડીયાપાડા તાલુકાઓમાં આવતા ગામડાઓમાં આગજનીય ઘટના બને તો આ વિસ્તારના તાલુકાઓમાં ફાયર બ્રિગેડ ફાયર ફાઈટર સબ સ્ટેશનની સુવિધાઓનો બોવ મોટો અભાવ વર્તાય રહ્યો છે જેને પગલે આગ જેવી હોનારતમાં ભારે નુકશાની ગરીબ લાચાર પરિવારો ભોગ બની વેઠી રહ્યાં છે ખાસ કરીને આ બે તાલુકાઓ આદિવાસી બાહુલ વસ્તીના ગામડાઓ આવેલ છે આ વિસ્તારમાં કોઈપણ આગ લાગવાની ઘટના કે અન્ય કારણોસરથી કોઈ આગજની બનેલી ઘટનાની સામે બચાવ માટે તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટરની જરૂર પડે ત્યારે રાજપીપળા નગરપાલિકામાંથી ફાયર ફાઈટર ની સુવિધા મેળવવા આ વિસ્તારના લોકો લાચાર બન્યા છે અનેકવાર આ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ સમયાંતરે બની રહી છે તેમ છતાં આ વિસ્તારમાં કોઈ જાતની ફાયર ફાઈટરની સુવિધા કે ફાયર ફાઈટરની સુવિધા યુક્ત સબ સ્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આજદિન સુધી કોઈ તસ્દી લીધી નથી જે આદિવાસી નેતાગીરીનું આ ઉપરથી પાગળુ નેતૃત્વ સાબીત થતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને ખાટલે મોટી ખોળ એ છે કે આ આદિવાસી વિસ્તારોમાં આજે પણ રોડ રસ્તા લાઈટ પાણી જેવી માળખાકીય જીવન જરૂરી સુવિધાઓ મેળવવાથી આદિવાસી વિસ્તારો વંચિત છે આદિવાસીઓના વિકાસ ની મોટી મોટી વાતો કરનારા આદિવાસી ઓના મસીહા કહેવડાવતા નેતા માટે આ કમનસીબની વાત કહી શકાય આ વિસ્તારમાં આગજની ઘટનામાં તાત્કાલિક નુકસાન થતું અટકાવી શકાતું નથી આ વિસ્તારમાં ફાયર ફાઈટરની સુવિધા ન અભાવે ભારે આગજની બનાવમાં નુકસાન ગરીબ પરિવારોએ વેઠવું પડી રહ્યો છે ફાયર ફાઈટર ના સુવિધાના અભાવના કારણે આજે આ ઘટનાઓમાં લાખોની મતાનું નુકસાન નો સામનો કરવા અહી ના લોકો લાચાર છે અનેકવાર આ બે તાલુકાના વિસ્તારોમાં આવી ઘટનાઓને પગલે લોકો ફાયર સબ સ્ટેશનની માંગણીઓ અનેક વાર કરી ને માંગ કરે છે પરંતુ કોઈ પરિણામ લક્ષી કામગીરી થતી જોવા મળતી નથી અહીંયા આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને ફાયર સબ સ્ટેશનની કોઈ જ વ્યવસ્થા આજદિન સુધી કરવામાં આવી નથી આદિવાસી સમાજના મસીહા બનવાની હોડમાં રહેતા નેતાઓ શું આવી બધી સળગતી સમસ્યાઓનો સમાધાન કયારે લવાશે ક્યારે આ આવી બનતી ઘટનાઓ પર ચિંતાઓ કરાશે ક્યારે આ આદિવાસી વિસ્તારોમાં ના વર્ષો જુના સળગતા પ્રશ્નો હલ કરવા બાબતે પરિણામલક્ષી કામગીરી કરાશે. જો આ વિસ્તારમાં વહેલી તકે ફાયર ફાઈટર સબ સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ ન કરાવામાં આવે તો આવનારા દિવસોમાં આ વિસ્તારોમાં ચૂંટણીઓ દરમિયાન આ મુખ્યત્વે મુદ્દે લોકોના સવાલોના મારા નો સામનો નેતાઓ એ કરવો પડે તો નવાઈ નહી

રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!