સણોસરામાં રામકથા લાભ સાથે સંસ્કૃતિનાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો રહેશે થનગનાટ

સણોસરામાં રામકથા લાભ સાથે સંસ્કૃતિનાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો રહેશે થનગનાટ
Spread the love

સણોસરામાં રામકથા લાભ સાથે સંસ્કૃતિનાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો રહેશે થનગનાટ

શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રારંભે દૈનિક ઉપક્રમની તૈયારી

લોકભારતી સણોસરામાં રામકથા લાભ સાથે સંસ્કૃતિનાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો થનગનાટ રહેશે. શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રારંભે દૈનિક વિવિધ ઉપક્રમની તૈયારીઓ ચાલી રહી છે.

ગોહિલવાડના ગૌરવ એવા કેળવણી તીર્થ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને શનિવાર તા.૩૦થી રવિવાર તા.૭ દરમિયાન રામકથા લાભ મળનાર છે, જે સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતિનાં સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થશે.

રામકથા સાથે જ પ્રારંભે દૈનિક ઉપક્રમોમાં પ્રાધ્યાપક કાર્યકર્તાઓ શ્રી વિશાલભાઈ જોષી, શ્રી પૂજાબેન પુરોહિત,શ્રી દીપ્તિબેન વાઘેલા, શ્રી દર્શિત ભાઈ સાંકડેચા વગેરેના માર્ગદર્શન સાથે અહીંયા લોકનૃત્યો સાથે રામાયણનાં પાત્રોની એકોક્તિ વગેરે સંસ્કૃતિનાં સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીઓ થઈ રહી છે. અહી ભજન, ગાન, સંગીત પ્રસ્તુતિમાં શ્રી ભરતભાઈ દવે, શ્રી ભાવનાબેન પાઠક, શ્રી ધાર્મિકભાઈ જાની સહિત વિદ્યાર્થી સંગીતવૃંદ દ્વારા સઘન તૈયારીઓ થઈ રહી છે. આ માટે ભારે થનગનાટ રહેલો છે.

રામકથા મનોરથી શ્રી હર્ષાબા ગોહિલ તથા લોકભારતી પરિવાર દ્વારા શ્રી ભરતભાઈ ચંદ્રાણી, શ્રી જયદેવ ભાઈ માંકડ તથા શ્રી ચીમનભાઈ વાઘેલાના સંકલન વડે ભાવ ઉત્સાહ સાથે આ અવસરનો લાભ મળનાર છે.
સંસ્થાના શ્રી મહાવીરભાઈ પરમાર, શ્રી પ્રશાંતભાઈ મહેતા, શ્રી સાવનભાઈ અઘેરા તથા શ્રી એભલભાઈ ભાલિયા દ્વારા મંચ પ્રસારણ સાથે પ્રચાર વ્યવસ્થા રહેનાર છે. અહી ભાવિક શ્રોતાઓને દૈનિક અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા મળશે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!