ખામર ગામ પાસે ગેરકાયદેસર ખેરના લાકડાંનો જથ્થો ટ્રકમાં ભરીને જતા બે ઈસમો ઝડપાયા

ખામર ગામ પાસે ગેરકાયદેસર ખેરના લાકડાંનો જથ્થો ટ્રકમાં ભરીને જતા બે ઈસમો ઝડપાયા
Spread the love

ખામર ગામ પાસે ગેરકાયદેસર ખેરના લાકડાંનો જથ્થો ટ્રકમાં ભરીને જતા બે ઈસમો ઝડપાયા

ખેરના ૧૧ ટન જેટલા ગેરકાયદેસર લાકડાનો જથ્થો એલ.સી.બી.પોલીસે ઝડપી લઈ વધુ તપાસ કાર્યવાહી અર્થે વન વિભાગને હવાલો સોપાયો

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનાં રાજપીપલા – મોવી હાઇવે રોડ પર ખામર નજીક બીટ્ટુ પંજાબી ઢાબા પાસેના હાઇવે માર્ગ પર એક ટ્રકમાંથી પ્રતિબંધિત ખેર વૃક્ષના અંદાજીત ૧૧ ટન જેટલા ગેરકાયદેસર લાકડાનો જથ્થો એક ટ્રકમાં ભરીને બે ઈસમો લઈને જઈ રહ્યાં હતા તે સમય દરમિયાન એલ. સી.બી.પોલીસ નર્મદા પેટ્રોલીંગ નિકળી હતી ત્યારે આ સમયે ખેરના લાકડાનો જથ્થો એક ટ્રકમાં શંકાસ્પદ હાલતમાં ગેરકાયદેસર રીતે ભરી ને જતા બે ઈસમો ને એલ.સી.બી. પોલીસે ઝડપી લીધા હતાં પોલીસે આ પકડાયેલા મુદ્દામાલ સાથે બે ઈસમોની સામે વધુ આગળની તપાસ કાર્યવાહી અર્થે રેન્જ ફોરેસ્ટ રાજપીપલા ને કબ્જો સોપવાની તજવીજની કાર્યવાહી હાથ ધરી છે

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેનાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તથા જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવાની અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સુચનાનાં પગલે તથા આગામી ૩૧ ડિસેમ્બર ના રોજ થર્ટીફસ્ટની ઉજવણી ને અનુસંધાને આંતરરાજ્ય દારૂની હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી વધુમાં પ્રોહીબીશનના કેસો કરવાની સુચના ને પગલે આર.જે.ગોહીલ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમનો સ્ટાફ પ્રોહિ અંગેની વોચ તપાસમા હતા તે દરમ્યાન ખામર ગામ નજીક બીટ્ટુ પંજાબી ઢાબા પાસે હાઇવે રોડ ઉપર એક ટ્રક નંબર MP-09-KC-8368 ની શંકાસ્પદ હાલતમાં જણાતા ટ્રકને રોકી ટ્રકમાં ઝડતી તપાસ કરતા ટ્રકમાંથી પ્રતિબંધીત અંદાજીત ૧૧ ટન જેટલો ખેર વુક્ષના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ પકડાયેલ ખેરના લાકડાંના જથ્થાનો મુદ્દામાલ સાથે (૧) યુનુસ સમશેર અલી શાહ રહે.ભોલા બજાર, ૮૦ ફૂટ રોડ, નીઅર ઉસ્માન મીયા મસ્જીદ, ધુલે, તા.જી.ધુલે (મહારાષ્ટ્ર) (૨) ખલીલ અહમદ અકીલ અહમદ શેખ રહે. સાકરી રોડ, પાવર હાઉસ, નેહરુ પુતળા નજીક, શ્રી રામ કોમ્પ્લેક્ષ, ધુલે તા.જી.ધુલે (મહારાષ્ટ્ર) નાઓ વિરુદ્ધ વધુ આગળની તપાસ કાર્યવાહી અર્થે રેન્જ ફોરેસ્ટ ઓફિસ રાજપીપલા ને કબ્જો સોપવાની તજવીજની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!