બુધેચા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાયા

ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાની ઉપસ્થિતિમાં બુધેચા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાયા
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના બુધેચા ગામે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા ની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાય હતી.
ધારાસભ્ય શ્રી એ આ પ્રસંગે ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકાર જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સાથે જ પીએમજેએવાય કાર્ડ,સોઈલ હેલ્થ કાર્ડ સહિતની યોજનાઓના લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરી હતી. આ પ્રસંગે લોકોને પ્રાકૃતિક કૃષિ અંગે પણ જાગૃત કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નીહાળી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં લાભાર્થીઓ દ્વારા મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત સાફલ્ય ગાથા વર્ણવી ઉપસ્થિત અન્ય ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભો લેવા પ્રેરિત કર્યા હતા.ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી ટુંકી ફિલ્મ નિહાળી હતી.
કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગના અધિકારીઓ દ્રારા હરઘર જલ યોજના, આઈસીડીસએસ દ્રારા કાર્યરત વિવિધ યોજનાઓ,આરોગ્ય ને લગતી વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે સરપંચશ્રી,ગામના તલાટી-કમ-મંત્રીશ્રી,અન્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300