હાલોલ એસટી બસ ડેપોને આવેદનપત્ર આપવામાં આવ્યું

હાલોલ એસટી બસ ડેપોને આવેદનપત્ર આપવામાં આવ્યું
Spread the love

છેલ્લા ઘણા સમયથી હાલોલ ના બાસ્કા ગામ ખાતે એસ.ટી બસના ધાંધિયા જોવા મળી રહ્યા છે બાસ્કામાં બસ પિકઅપ સ્ટેન્ડ તો છે પરંતુ માત્ર અને માત્ર કહેવાનો જ અત્રે મુસાફરો તો હોય છે પરંતુ એક પણ બસ જોવા મળતી નથી. છાશવારે અને વારંવાર નોકરીયાટો શાળા કોલેજ તથા આઇ.ટી.આઈ માં અભ્યાસ કરવા જતા તમામે તમામ મુસાફરો હાલોલ થી વડોદરા તરફ અને વડોદરાથી હાલોલ તરફ આવનારી તમામે તમામ લોકલ બસોના ડ્રાઇવર તથા કંડકટર વિરુદ્ધ મુખ શિકાયતો કરતા નજરે ચડે છે.
વડોદરા તરફથી મુસાફરો બસમાં બેસતા હોય કે જેઓ જરોદ ના હોય આસોજ ના હોય કે બાસ્કા ગામના હોય તેઓને રસ્તામાં કંડકટર દ્વારા તેઓની લાગણી દુભાય તેવું બોલવામાં આવતું હોય છે આ તમામ ગામના પેસેન્જરને ખાસ કરીને બાસ્કા ગામમાંથી વધુ પડતા મુસાફરો મુસાફરી કરતા હોય છે જેઓને કહેવામાં આવતું હોય છે કે બસ વચ્ચે ક્યાંય ઊભી રહે નહીં હાલોલ ની ટિકિટ લેવી પડશે અને જો કોઈ બસ પાસ ધારક સ્ટુડન્ટ કે મુસાફરી પાસ ધારક મુસાફર તેઓને કહે કે અમારી જોડે તો પાસ છે તો દાદાગીરી કરીને તે કંડકટર તેઓની પાસમાં પંચિંગ મારી દેતા હોય છે અને તેઓને કહેવામાં આવતું હોય છે કે તમારે પણ હાલોલ ઉતરવું પડશે અને આમ મુસાફરો જોડે નાની મોટી એવી તકરારો સર્જાતા આ ડ્રાઇવર કંડકટર બાસકા તથા તેની આજુબાજુ ગામેથી આવતા મુસાફરોને તથા આંખોના ઓપરેશન અર્થે દુરોદરા જી આવતા દર્દીઓને અને તેઓ ની સાથે આવતા તેઓના સગા સંબંધીઓને સર્વોત્તમ હોટલ પાસે આવેલી ચોકડી પર હાઇવે પાસે ઉતારી મૂકીને હાલોલ તરફ વધી જતા હોય છે વધુમાં રોડ ક્રોસ કરતી વખતે કોઈપણ મુસાફર સાથે અણગમુ બને તો તેનો જવેબદાર કોણ તેવું બાસ્કા ગામના રહીશો વડીલો આગેવાનો દ્વારા જવાબ માંગતા બસના કંડકટર ડ્રાઇવર દ્વારા અસંતોષકારક જવાબ અને ખોટા વાણી વિલાસ કરતા હોય જેથી આ અંગે બાસ્કા ગામના ગ્રામજનોએ હાલોલ એસટી બસ ડેપોમાં આવેદન પત્ર આપ્યું છે.
આ અંગે આર.પી.એ.ડી ની નકલ રવાના નીચે મુજબના હોદ્દેદારોને કરેલ હોય (૧) ગુજરાત રાજ્ય જી.એસ આર.ટી.સી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી (૨) મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ (૩) એમ.ડી અમદાવાદ (૪) ડી.સી ગોધરા (૫) ડી.સી વડોદરા (૬) ગોધરા ડિવિઝન ના તમામ ડેપો (૭) વડોદરા ડિવિઝન ના તમામ ડેપો.
આ અંગે જો આ તરફના ડ્રાઇવર કંડકટર આંખ આડે કાન કરીને વધુ મન માની કરશે તો આગળ હાલોલ પોલીસ સ્ટેશન, રૂરલ પોલીસ સ્ટેશન તથા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવાની બાસ્કા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારેલ છે.

રિપોર્ટ : ઈરફાન શેખ (હાલોલ )

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240102-WA0235.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!