સંજેલીના ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગમાં “સંકલ્પ દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવી

સંજેલીના ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગમાં “સંકલ્પ દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગમાં નવાવર્ષના સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જેમાં તાલીમ વર્ગના બાળકોએ સ્વચ્છતા રાખવાના સંકલ્પ લીધા હતા સાથે સાથે અભ્યાસ કરી વિવિધ હોદ્ધા ઉપર ફરજ બજાવી દેશસેવા કરવા સંકલ્પ લીધા હતા. કાર્યક્રમમાં ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રીદિલીપકુમાર એચ. મકવાણા વિશેષ ઉપસ્થિત રહીને સૌ બાળકો પોતાના સપના પુરા મહેનત કરવાનું જણાવી શુભેચ્છાઓ પાઠવી હતી.મોરા ખાતે અશ્વિનભાઈ સંગાડા અને સુખસર ખાતે રાજુભાઈ મકવાણા દ્વારા તાલીમ વર્ગમાં નવા વર્ષ નિમિતે સંકલ્પ દિવસ પ્રતિજ્ઞા લેવડાવી હતી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300