રાજકોટ : નવા થોરાળામાંથી પોલીસે દેશીદારૂનું-પીઠું ઝડપી પાડ્યું.

રાજકોટ શહેર નવા થોરાળામાંથી પોલીસે દેશીદારૂનું-પીઠું ઝડપી પાડ્યું.
રાજકોટ : રાજકોટ શહેર થોરાળા પોલીસ મથકના PI ભાર્ગવ ઝણકાટની રાહબરીમાં PSI પી.એન.રાઠવા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં. વિમલ ઘાણજા સહીતના સ્ટાફને નવા થોરાળા મેઈન રોડ પર ગોકુલપરા શેરીનં.૧માં રહેતો પ્રવિણ ઉર્ફે સિતારામ મકવાણાના ઘરમાં દેશીદારૂની મહેફીલ ચાલે છે. તેવિ મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી મકાન માલિક પ્રવિણ ઉર્ફે સીતારામની ઘરપકડ કરી પુછપરછ હાથ ધરતાં તેમને પોતાના મકાનમાં દેશીદારૂનું પીઠું ખોલી અન્ય શખ્સોને દેશીદારૂની મહેફીલ માણવા બોલાવ્યાની કબુલાત આપી હતી. પોલીસે મહેફીલ માણતા રાહુલ જીવા પરમાર ઉ.૨૪ રહે.સર્વોદય સોસાયટી શેરીનં.૫, યશ વિજય ભાડેશીયા ઉ.૨૩ રહે.રિદ્ધી-સિદ્ધી સોસાયટી શેરીનં.૪ અને હેમંત રણછોડ લીંબડીયા રહે.ઢાંઢણી ને દબોચી પીઠામાંથી દેશી દારૂ-૧૦૫ લીટર, સ્ટીલની ડોલ, ટબ અને સોડાની બોટલો મળી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300