રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ નું ભાવભર્યું સ્વાગત.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ નું ભાવભર્યું સ્વાગત.
રાજકોટ : સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય.વાય.ચંદ્રચુડના હસ્તે આવતીકાલે રાજકોટ ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ થશે. આ સંદર્ભે મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચુડ દિલ્હીથી ગુજરાત તેમના પત્ની કલ્પના દાસ સાથે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ, રાજ્યના કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ એન.વી.અંજારીયા, કાયદા વિભાગના સચિવ પી.એમ.રાવલ, કલેક્ટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને રાજકોટ જીલ્લાના મુખ્ય ન્યાયમૂર્તિ આર.ટી.વાછાણીએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300