ઝીંઝુવાડા પીએસઆઇ સહિત બે પોલીસ જવાન પર આરોપી સહીત ટોળાનો ઘાતક હુમલો

ઝીંઝુવાડા પીએસઆઇ સહિત બે પોલીસ જવાન પર આરોપી સહીત ટોળાનો ઘાતક હુમલો
Spread the love

ઝીંઝુવાડા પીએસઆઇ સહિત બે પોલીસ જવાન પર આરોપી સહીત ટોળાનો ઘાતક હુમલો

– ઝીંઝુવાડા પીએસઆઇને લોહીલુહાણ હાલતમા અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમા રીફર કરાયા

સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા પીએસઆઇ સહિત બે પોલીસ જવાન પર આરોપી સહીત ટોળાનો ઘાતક હુમલાની ઘટનાથી પોલીસ બેડામાં હડકમ્પ મચી જવા પામ્યો હતો. ઝીંઝુવાડા પીએસઆઇને લોહીલુહાણ હાલતમા અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમા રીફર કરાયા છે. જ્યારે ઝીંઝુવાડા ગામ પોલીસ છાવણીમા ફેરવાઈ જવા પામ્યું હતું.

પાટણના સમી પોલીસ મથકના પ્રોહીબીશનના આરોપી જાલમસિંહ ઝાલાને ખાનગી ડ્રેસમાં પકડવા ગયા હતા. અને પાટડી જૈનાબાદ રોડ પરથી આ વોન્ટેડ આરોપીને એની જ ક્રેટા ગાડીમાં ઝબ્બે કરી એ જ ક્રેટા ગાડીમાં એને લઈને ઝીંઝુવાડા પોલીસ મથકે આવી રહ્યાં હતા. ત્યારે ઝીંઝુવાડા ગામમાં પ્રવેશતા જ લોકોના ટોળાએ પીએસઆઇ કે.વી.ડાંગર પર છરી સહિતના સાધનો વડે ઘાતક હુમલો કરતા પીએસઆઇ સહીત અન્ય બે પોલીસ કોન્સ્ટેબલને પણ ઈજાઓ પહોંચતા એમને પ્રાથમિક સારવાર અર્થે તાકીદે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવાયા બાદ ઝીંઝુવાડા પીએસઆઇ કે.વી.ડાંગરની હાલત નાજુક જણાતા એમને વધુ સારવાર અર્થે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પ્રોહીબીશનનો આરોપી જાલમસિંહ ઝાલા અને જયપાલસિંહ ક્રેટા ગાડી લઈને નાસી છૂટવામાં સફળ થયા હતા. ઝીંઝુવાડા પીએસઆઇ કે.વી.ડાંગરની ગઈકાલે જ ઝીંઝુવાડાથી ધ્રાંગધ્રા dysp કચેરીમા રીડર ટુ તરીકે બદલી કરવામાં આવી હતી. જ્યારે આ ઘટનાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પડ્યાં, ડીવાયએસપી જે.ડી.પુરોહિત સહીત એલસીબી, એસસોજી સહીત પાટડી, દસાડા અને બજાણા પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઝીંઝુવાડા ગામે દોડી જતા ઝીંઝુવાડા ગામ પોલીસ છાવણીમા ફેરવાયું હતું.

રિપોર્ટ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240106-WA0032.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!